13 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

13

મેશ

તમે તમારા જીવનસાથીને કોઈ લવ પોઈન્ટ પર કે મોહક અને સૌંદર્ય સ્થળ પર ફરવા લઇ જાવ. પરિવારના સભ્યો તમારા સકારાત્મક વર્તનથી પ્રભાવિત થશે. તમારીપ્રિય વ્યક્તિને સમજવાની કોશીશ કરો. શરીર અને મનની અસ્થિરતા તમને બેચેન બનાવી શકે છે.

વૃષભ

વધારાની આવક માટે તમારા સર્જનાત્મક વિચારોનો સહારો લેવો. તમારા જીવનસાથી તમારી જિંદગીમાં બદલાવવામાં મદદરૂપ થશે. આર્થીક લાભ સાથે ખર્ચમાં પણ વધારો જોવા મળે.

મિથુન

આજનો દિવસ તમારા માટે શુભ છે. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ ટીકાપાત્રનું કારણ બની શકે છે. ભૂલથી કોઈ અવિચારી પગલું ભરી લેવાથી કાનૂની કાર્યવાહીમાં આવી જાવ તેવી બની શકે.

કર્ક

તમારે તમારા રોજીંદા કામમાંથી રજા લઈને આજે પત્ની અને બાળકો સાથે ફરવા જવાનો કાર્યકર્મ બનાવવો જોઈએ. કાનૂની સરકારી કાયદાકીય પ્રવૃતિમાં અટવાયેલા રહો તેવું બની શકે.

સિંહ

ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરવો જેથી જીંદગીમાં ભવિષ્યમાં તમારે વધારે પછતાવું ન પડે. દરેક કાર્ય ક્ષેત્રમાં પ્રતિકુળ વાતાવરણ જોવા મળે.

કન્યા

આજે કોઈ બાબતમાં તમારો અભિપ્રાય પૂછવામાં આવે તો વિના સંકોચે સ્પષ્ટ અભિપ્રાય આપશો. એક સારા જીવન સાથીની સાથે તમારું જીવન ખરેખર અદ્ભુત રહેશે જેનો તમે આજે અનુભવ કરી શકશો.

તુલા

આજના દિવસે તમારે તમારા આરોગ્ય પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. તમે તમારા પ્રિય પાત્રની બાહોમાં આરામનો અનુભવ કરશો. ભલે નાની-મોટી મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડે પણ સરવાળે આ દિવસ તમારા માટે ઘણી સિદ્ધિઓ આપી શકે છે. છુપા કે જાહેર શત્રુઓથી સાવચેતી રાખવી.

વૃશ્ચિક

આજના દિવસે તમે કોઈ મોટા વ્યવસાયિક લેતી-દેતીને અંજામ આપી શકો છો. મનોરંજન સાથે જોડાયેલ કોઈ પ્રોજેક્ટમાં કેટલાય લોકોનું સંચાલન તમે કરશો. નાણાકીય વ્યવહાર સમજી વિચારીને કરવા.

ધન

બીજાના કામ માટે બહારગામ જવાનું શક્ય બને. માનસિક ચિંતા બેચેની હળવી થતી જોવા મળે.

મકર

બીજાના સાથ સહકાર અને મદદથી વિલંબમાં પડેલ કામનો ઉકેલ આવતો જોવા મળે. દામ્પત્ય જીવનમાં સ્થિરતા અને પ્રેમ લાવવાના પ્રયત્નો કરવા જરૂરી જણાય.

કુંભ

ટૂંકા સમય માટે આપેલા અને રોકાયેલા નાણાં પાછા મળતા આર્થિક નાણાકીય મુશ્કેલી દુર થાય. ભાઈ બહેનોના સંબંધની કડવાશમાં મીઠાશ આવતી જોબા મળે.

મીન

આજના દિવસે માનસિક ચિંતા બેચેની વ્યગ્રતા જોવા મળે. કોઈ નવું ધંધાકીય સાહસ કવામાં વિલંબ આવતો જોવા મળે. કામના ભારણનો થાક વર્તાય તેવું બનું શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment