13 જુલાઈ 2019 આજનું દૈનિક રાશી

143

મેષ

મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહિ. આજના દિવસે વિચારની સભાનતા સાથે થોડીક કાળજી રાખી વાણી વિલાસ પર કંટ્રોલ રાખવો. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થતો જોવા મળે. વડીલ વર્ગ તરફથી પુત્ર પૌત્રાદિકને કોઈ સારી ખુશ ખબર મળવાની શક્યતા જણાય.

વૃષભ

બોસ તરફથી મળેલો મીઠો ઠપકો તમારા કાર્યમાં વધારો કરે તેવું જોવા મળે. આવક કરતા જાવક વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.વેપારી વર્ગ માટે સમય સારો રહે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. આર્થિક નાણાકીય સ્થિતિ મજબુત થતી જોવા મળે. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી પાત્રમળવાની શક્યતા જણાય.

મિથુન

સાસરિય પક્ષે કોઈ બાબતે મધ્યસ્થી થવાનું બની શકે. કોઈ નવા વાહનની ખરીદીની શક્યતા રહેલી છે. વધારાની આવકના સ્ત્રોતથી આવકમાં વધારો થતા નાણાકીય તંગી હળવી થતી જોવા મળે. ઘર સંસારમાં મતભેદ સાથે મનભેદ પણ જોવા મળે.

કર્ક

તમારા જીવનમાં પ્રગતી થવાની ઉજળી તકો સામેથી આવતી જોવા મળે. તમારી ધારણા મુજબનું કામ થવાની શક્યતા જણાય.મનમાં કોઈ બાબતે ચિંતા રહે તેમ છતાં તમારા કાર્યમાં ખુશીથી દિવસ પસાર કરી શકો. કરેલી મહેનતનું ફળ જોવા મળે. જુના મિત્રો કે સ્નેહીજનોને આકસ્મિક મળવાનું શક્ય બને.

સિંહ

ડાયાબિટીસના દર્દીઓએ શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી રાખવી હિતાવહ. શારીરિક આરોગ્ય બાબતે ચિંતા જોવા મળે. કોઈનું સારું કરવા જતા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો જેથી સાવચેતી રાખવી તમારા હિતમાં રહે. આર્થિક સ્થિતિ સારી થવાની શક્યતા જણાય.

કન્યા

ધંધાકીય પ્રવૃતિમાં સરકારી દખલગીરી આવવાની શક્યતાને નકારી શકાય નહિ. ધંધાકીય બાબતે પરીશ્રમ વધે તેમ છતાં પ્રગતી જોવા મળે. ઘરનું સંતુલન જળવાઈ નહિ તેવું બની શકે. વારસાગત મિલકતોને લગતા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

તુલા

સાસરિય પક્ષ તરફથી તમારે પણ કોઈ ધાર્મિક સ્થળે જવાના પ્રવાસનું આયોજન શક્ય બને. મનમાં રહેલી ચિંતા દુર થવાની શક્યતા જણાય. જુના મિત્રો કે સ્નેહીજનોની આકસ્મિક મુલાકાત થવાની શક્યતાને નકારી શકાય નહિ.

વૃશ્ચિક

આજનો દિવસ ખુબજ આનંદથી પસાર થાય.ધંધાકીય ભાગીદારીમાં આર્થિક લાભ જોવા મળે. ધંધાકીય કાર્ય ક્ષેત્રમાં હરીફ વર્ગનો વધારો થવાથી આવકમાં ઘટાડો જોવા મળે. તમારા મનની સ્થિતિ બેચેની અનુભવતી હોવા છતાં તમે મક્કમતાથી તમારું કાર્ય કરતા રહો તેવું બની શકે.

ધન

સ્થાવર મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વાહન અને જમીનના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય. વેપાર માટે કરેલો પ્રવાસ ખાસ લાભ અપાવે. સામાજિક ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારા સાથે જવાબદારીમાં પણ વધારો થાય.

મકર

ઘરમાં કજિયા કંકાસ રહેવાથી લક્ષ્મીજીની કૃપા ઘટતી જોવા મળે. સામાન્ય ઉચાઈથી પડવા છતાં મોટી ઈજા થવાની શક્યતાને નકારી શકાય નહિ. આજના દિવસે નાણાકીય બાબતમાં કોઈના જામીન ન થવું આપના હિતમાં સાબિત થાય.

કુંભ

જુના મિત્રો સાથે નજીવી બાબતમાં ટકરાવ થવાની શક્યતા રહેલી જોવા મળે. આજના દિવસે બેચેની, પરિતાપ, વ્યગ્રતાનો અનુભવ થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુંબની રહે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહેવાની શક્યતા જણાય.

મીન

કાર્યમાં ધીમી રુકાવટ જોવા મળે. ઘણા સમયથી ઈચ્છિત વ્યક્તિને મળવાની મુલાકાત પૂરી થતી જણાય.આજના દિવસે આરોગ્ય સારું રહે. આર્થિક ચિંતા દુર થવાની શક્યતા જણાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment