13 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

29

આજના બાળકની જન્મ રાશી વૃષભ (નામાક્ષર: બ. વ. ઉ)

મેષ

રોકાયેલા કામ કાજ આગળ વધવાની શક્યતા જણાય. તમારા કાર્ય ક્ષેત્રમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. તમારા સ્વ હસ્તે કોઈ શુભ કાર્ય થઇ શકે છે.

વૃષભ

લાંબા પ્રવાસ કે યાત્રાનું આયોજન શક્ય બને. પણ યાત્રા કે પ્રવાસ દરમ્યાન શરીર સ્વાસ્થ્યમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. વેપાર અર્થે કરેલો પ્રવાસ ધંધામાં લાભ અપાવે.

મિથુન

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચી પ્રવૃતિમય રહો. જમીન મકાનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. આવકના સ્ત્રોતમાં આકસ્મિક વધારો જોવા મળે. સીઝનલ ધંધામાં ખાસ કોઈ ફેરફાર જણાય નહિ.

કર્ક

આર્થિક નાણાકીય સ્થિતિ સારી થતી જોવા મળે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મનની દુવિધા દુર થવાની શક્યતાથી દિવસ આનંદમય પસાર થાય. વેપાર ક્ષેત્રે નવી તકો ખુલતી જોવા મળે.

સિંહ

માનસિક ચિંતામાં ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળે. સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાથી હિત શત્રુઓ અને ઇર્ષાળુઓ તમારી પ્રગતિમાં અવરોધો ઉભા કરે.

કન્યા

આર્થિક નાણાકીય મુશ્કેલી યથાવત રહેવા સંભવે. સટ્ટાકીય બાબતોમાં કામ કાજમાં આજનો દિવસ શુભ રહેવાની શયતાને નકારી શકાય નહિ. ઋતુગત સામાન્ય બીમારી જોવા મળે.

તુલા

નાના મોટા યાત્રા કે પ્રવાસનું આયોજન થવાની શક્યતા. સીઝનલ ધંધાર્થીઓને ઘરાકીમાં આકસ્મિક વધારો જોવા મળે. ઘર પરિવાર માટે સમય આપવો પડે. પુત્ર પુત્રી બાબતે ચિંતામાં ઘટાડો થાય.

વૃશ્ચિક

કોઈ અગત્યની વ્યક્તિ સાથેની મુલાકાતથી તમારો ભાગ્યોદય ખુલી શકવાની શક્યતા જણાય. જમીન મકાનમાં કરેલું આર્થિક નાણાકીય રોકાણ યથાવત સ્થિતિમાં રાખવું તમારા હિતમાં જણાય. ભવિષ્યમાં લાભ અપાવે.

ધન

વ્યાજ વટાવનો ધંધો કરી વ્યક્તીઓએ આજના દિવસે ખાસ સાવચેતી રાખવી હિતાવહ. શેર બજારમાં કરેલું રોકાણ ભાવ ઉચક્વાથી આર્થિક લાભ અપાવે. શરીર સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા જણાય.

મકર

આજના દિવસે આર્થિક નાણાકીય વ્યવહાર કે લેવડ દેવડમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર જણાય. રસ્તા પર આવતા જતા કે વાહન ચલાવતા ખાસ સાવચેતી રાખવી. આજના દિવસે મન વ્યગ્રતા કે ઉદ્વેગ અનુભવે.

કુંભ

વારસાગત મિલકતોના પ્રશ્નોનો ઉકેલ આવતો જોવા મળે. શરીર સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા જોવા મળે. અટકેલા કાર્યો પૂરા થઇ શકે છે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નીરકારણ આવી શકે છે. ભૌતિક સુખ સુવિધામાં વધારો જોવા મળે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

મીન

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચીમાં વધારો જોવા મળે. ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે. આર્થિક નાણાકીય મુશ્કેલી હળવી થાય. માનસિક ચિંતામાં ઘટાડો જોવા મળે. ધંધાકીય કાર્ય ક્ષેત્રમાં પ્રગતી જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment