12000 ફૂટની ઉંચાઈ પર છે એ ગુફા, જ્યાં પીએમ મોદીએ કરી હતી સાધના, જો તમારે સાધના કરવાની ઈચ્છા છે તો ખર્ચ કરવા પડશે માત્ર આટલા રૂપિયા…

7

જો તમે પણ કેદારનાથમાં આવેલ ધ્યાન ગુફામાં જઈને સમય વિતાવા માંગો છો તો આ સૌથી યોગ્ય સમય છે. આ ગુફાને હવે વાયરલેસ સેવા સાથે જોડી દેવામાં આવી છે અને અહિયાંના સાધનોમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ધ્યાન ગુફામાં સાધના કરી ચુક્યા છે. જો કે, તમારે આ ધ્યાન ગુફામાં જઈને સાધના કરવા માટે હવે પહેલા કરતા વધારે પૈસા આપવા પડશે, કેમકે એનો ચાર્જ વધારી નાખવામાં આવ્યો છે. આ ગુફા સમુદ્રથી ૧૨ હજાર ફૂટની ઉંચાઈ પર આવેલ છે.

તમારે આ ગુફામાં એક દિવસની સાધના માટે હવે ૯૯૦ રૂપિયાના બદલે ૧૫૦૦ રૂપિયા આપવા પડશે. અહિયાથી માત્ર તમને હિમાલયનું સુંદર દૃશ્ય દેખાશે પરંતુ તમે ખુદને હિમાલયની સૌથી ઉંચાઈ પર અનુભવ કરશો. આ ધ્યાન કુટીમાં સમય વિતાવા માટે તમે ઓનલાઈન બુકિંગ કરી શકો છો. પહેલા માત્ર અહિયાં ઓફલાઈન બુકિંગ થતી હતી. જ્યારથી પ્રધાનમંત્રી મોદીએ આ ગુફામાં સમય વિતાવ્યો છે ત્યારથી એને લઈને લોકોની ઉત્સુકતા વધી ગઈ છે.

જો તમે દિલ્હીમાં રહો છો અને કેદારનાથ જઈ રહ્યા છો તો ભગવાન શિવના દર્શન સાથે જ આ ગુફામાં સાધનાની દિવ્ય અનુભવ જરૂર મેળવો. જણાવામાં આવી રહ્યું છે કે આ ગુફાને લઈને લોકોની વધતી ઉત્સુકતા પછી એના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આ ગુફા ઓક્ટોમ્બર સુધી ખુલ્લી રહેશે અને એના પછી કેદારનાથના દ્વાર બંધ થતા જ આ ગુફાને પણ બંધ કરી દેવામાં આવશે. ગુફાનું સંચાલન ગઢવાલ મંડળ વિકાસ નિગમ પાસે છે. ગુફામાં મુસાફરો અને સાધકોને કોઈ તકલીફ ન થા એના માટે ચોવીસ કલાક અહિયાં સ્ટાફ રાખવામાં આવેલ છે. જો તમે આ ગુફામાં માત્ર એક દિવસ સાધના કરવા માંગો છો તો તમારી પાસે ૯૯૦ રૂપિયા જ લેવામાં આવશે. આગળ વાંચો કે કઈ રીતે પહોચશો આ કુટી સુધી..

દિલ્હીથી કેદારનાથની દુરી ૨૯૫ કિલોમીટર

ક્યારે જવું મેં થી ઓક્ટોમ્બર વચ્ચે

કઈ રીતે જવું બસ, ગાડી, કાર અને ટેક્સી

જો તમે દિલ્હીથી કેદારનાથ જઈ રહ્યા છો અને બસથી મુસાફરી કરવા ઈચ્છો છો તો તમને આનંદ વિહાર બસ સ્ટેશનથી સીધી બસ મળશે. તમે પ્લેનથી કેદારનાથની મુસાફરી કરવા માંગો છો તો નજીકમાં એરપોર્ટ દેહરાદૂન છે. જો ટ્રેનથી મુસાફરી કરવા માંગો છો તો નજીક રેલ્વે સ્ટેશન હરિદ્વાર છે. હરિદ્વારથી આગળ તમને બસ અથવા ટેક્સીથી જવું પડશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment