1200 વર્ષ પહેલા ગાયબ થઇ ગયું હતું આ શહેર, અને પછી અચાનક જ રહસ્યમયી રીતે પાછું જોવા મળ્યું, જાણો આ શહેરની રહસ્યમય વાત…

21

તમને વિશ્વાસ નહિ આવે પણ આ સત્ય ઘટના છે.અચાનકઈજીપ્તનું એક શહેર 1200 વર્ષ પહેલા સમુદ્રની અંદર ગાયબ થઇ ગયું, દફન થઇ ગયું. પુરાતત્વવિદોને અથાગ મહેનત કર્યાબાદ ભૂમધ્ય સમુદ્રની અંદર ગર્ભમાં પડી રહેલ 1200  વર્ષ પહેલાના હેરાકલીઓન નામના આ શહેરના અવશેષોને વિશ્વની સમક્ષ લાવવામાં સફળતા મેળવી છે.

જો કે, હેરાકલીઓન નામના આ શહેરને સમુદ્રની અંદર હોવાના સંકેત2000 ના વર્ષમાં એક ફ્રાન્સીસી પુરા તત્વ વેત્તાએ જણાવ્યો હતો. કેટલાય વર્ષોની અથાક મહેનતના અંતે આખરે સમુદ્રમાં દફન થઇ ચૂકેલ આ શહેરના અવશેષો મળવવાની શરૂઆત થઇ ચુકી છે. ઐતિહાસિક કથાઓમાં ઈજીપ્તના સમુદ્રના આ બંદરવાળા શહેર અને તેની જાહોજલાલીનો ઉલ્લેખ જોવા વાંચવા મળે છે. પણ 1200 વર્ષ આ શહેરનું નામો નિશાન ભૂસાઈ ગયું હતું.

આમ છતાં, અત્યારે ભૂમધ્ય સમુદ્રની અંદર મળી આવેલ આ શહેરની ખોજથી તે સમયની વિભિન્ન ઉપલબ્ધિઓ વિશે જાણવા મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર અબુકાર ખાડીમાંએલેક્જેન્દ્રીયની નજીક ભૂમધ્ય સમુદ્રમાં સમુદ્રના તળિયાથી 30 ફૂટ નીચે ખોદકામ કરવાથી આ હેરાકલીઓન નામના આ શહેરના અવશેષો મળવાની શરૂઆત થવા લાગી. તેનાથીએવા સંકેત મળેછે કે કદાચ સમુદ્રમાં ત્સુનામી આવવાથી આ શહેર સમુદ્રમાં દફન થઇ ગયું હશે.

આ બાબતને લગતી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની રહી છે. તેમાં બતાવવામાં આવે છે કે 13 વર્ષના ખોદકામ દરમ્યાન કેવા કેવા પ્રકારની તે શહેરની સભ્યતા અને સંસ્કૃતિ તે સમયે હતી તેના દર્શન થાય છે. ખોદકામ દરમ્યાન તેમાંથી મળી આવતી ચીજ વસ્તુઓથી ખ્યાલ આવે છે કે હેરાકલીઓન નામનું આ શહેર પહેલા ફક્ત આંતર રાષ્ટ્રીય વ્યાપારનું કેન્દ્ર જ હતું તેવું નથી પણ સાથે સાથે ધાર્મિક રીતે પણ તેનું ઘણું મહત્વ હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment