12 વર્ષના છોકરાએ “માં” નું ક્રેડીટ કાર્ડ ચોરીને કરી આ હરકત, આશ્ચર્યચકિત થઇ જશો જાણીને…

34

નાની મોટી મસ્તી મજાકમાં બાળકોનું જીવન પસાર થઇ જાય છે. તમે પણ પોતાના બાળપણમાં ઘણીવાર તોફાન કર્યા હશે પરંતુ ઘણા બાળકો આ બાબતમાં બીજા કરતા એક ડગલું આગળ છે. તેમનું મન હંમેશા એવું તોફાન કરવા માંગે છે જેની ક્યારે પણ કપલના ના કરી હોય. જી હા, એવા બાળકો તોફાની મગજના હોય છે.

જો આ બાળકોને કોઈ ખીજાય કે ગુસ્સો કરે તો જુવો આ બાળકો શું કરે છે..? હકીકતમાંમ આજે અમે પોતાની આ જાણકારીમાં તમારી સામે એવા જ બાળકની સ્ટોરી રજુ કરશું. આ બાળક પણ નાની વાતથી રિસાયને એવું પગલું ભરી લે છે કે તે આખી દુનિયાની નજરમાં આવી જાય છે. સિડનીમાં રહેનાર ૧૨ વર્ષના આ છોકરાએ પોતાના માતાપિતાનું ક્રેડીટ કાર્ડ ચોરી લીધું.

તેના પછી બાર વર્ષના છોકરાએ એવું કઈક કર્યું જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. ૧૨ વર્ષના આ છોકરાએ ચલાકીથી પોતાની દાદીને ફસાવીને પોતાનો પાસપોર્ટ લઇ લીધો અને એકલો વેકેશન કરવા માટે બાલી જતો રહ્યો. તે ઘરમાં થયેલા એક જગડાથી કંટાળેલો હતો.  તેના પછી જ તેણે આવું કર્યું. હકીકતમાં માં સાથે તેનો વિવાદ થયો કે તે બાલી નહિ જાય. આ વિવાદ પછી તેને ખુબ જ ગુસ્સો આવ્યો અને તેણે વિચારી લીધું કે તે કોઈને કીધા વગર જ બાલી ફરવા માટે જશે.

તેના માટે તેણે ક્રેડીટ કાર્ડ ચોરીને ફ્લાઈટ્સ બુક કરાવી અને ત્યાં સુધી કે તેણે એક લકજરી હોટલમાં રૂમ પણ બુક કરાવી લીધો. પરિવારના લોકોને સ્કુલનું કહીને નીકળ્યો અને સ્કુટર લઈને લોકલ રેલ્વે સ્ટેશન પર પહોચ્યો અને ત્યાંથી તેણે એરપોર્ટનો રસ્તો પસંદ કર્યો. તેણે પર્થ માટે ફ્લાઈટ નક્કી કરી અને પછી ઇન્ડોનેશિયા માટે નીકળી ગયો. પર્થ એરપોર્ટ પર તેને પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા. સ્ટાફે ૧૨ વર્ષની ઉપરનું આઈડી પણ માંગ્યું.

તેણે સ્ટુડેટ આઈડી અને પાસપોર્ટ પણ દેખાડી દીધા.  તેણે આટલું મોટું ડગલું ભરતા થોડું પણ ટેન્શન ન આવ્યું કે જો તે પકડાય જશે તો તેની સાથે શું થશે. બાલીમાં તેણે હોટલના રૂમમાં એન્ટ્રી લીધી અને કહ્યું કે તેની બહેન પણ આવવાની છે. તેણે એવું એટલા માટે કહ્યું જેથી સ્ટાફને એમ લાગે કે તે એકલો નથી. તેના માતાપિતાને ત્યારે ખબર પડી જયારે સ્કુલમાંથી ખબર મળી કે તે આજે સ્કુલ આવ્યો નથી, પછી પરિવારે તેને શોધવાનું શરુ કર્યું.

ખબર પડી કે તે બાલીમાં છે તો માં એમાં તેને લેવા માટે પહોચી. માં ગભરાય ગઈ. તે પોતાના પર ગુસ્સો કરતી હતી કે શા માટે વિવાદ કર્યો. માં એમાંની મુજબ તેના દીકરાને કોઈ પણ ભોગે ના સાંભળવાની ટેવ નથી જેના કારણે તેણે આટલું મોટું પગલું ભરી લીધું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment