ધોરણ 12 પછી આ 5 કોર્ષ માંથી કોઈપણ 1 કોર્ષ કરો, અને બનાવો તમારું ઉજવળ કેરીયર….

70

CBSE નું 12 મા ધોરણનું પરિણામ લગભગ 28 મે 2019 ના રોજ જાહેર થવાની શક્યતા જણાય છે. એવામા સીબીએસઈમાં પરીક્ષા આપનાર 12 માં ધોરણના દરેક વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. જેથી તેઓ રિજલ્ટ પછી કોલેજ વિશે વિચારી નક્કી કરી શકે. અમુક કોર્ષ એવા છે કે જે કોલેજની સાથે સાથે ગ્રેજયુએશન કરતા કરતા ટૂંકા સમયમાં કરી શકો છે. અને આવા કોર્ષ ભવિષ્યમાં તમને મદદરૂપ થઇ શકે છે.

ઓફીસ મેનેજમેન્ટ

સારી નોકરી મેળવવા માટે તમે ગ્રેજ્યુએશનની સાથે સાથે ઓફીસ મેનેજમેન્ટનો કોર્ષ કરી શકો છે. આ ઓફીસ મેનેજમેન્ટનો કોર્ષ કેટલાય ઇન્સ્ટીટયુટમાં ઉપલબ્ધ હોય છે. કેટલીક સંસ્થાઓમાં તો આ કોર્ષ વિક એન્ડમાં કરાવવામાં આવે છે.

ડીઝીટલ માર્કેટિંગ

અત્યારના સમયમાં ઓન લાઈન માર્કેટિંગ વિશે શીખવું જાણવું ખાસ જરૂરી થઇ ગયું છે. ડીજીટલ માર્કેટિંગનો કૈશ કોર્ષ તમને બીજા કરતા ખુબજ આગળ લઇ જઈ શકે છે.

લેન્વેજ કોર્ષ

કોઈ પણ ઇન્ટરનેશનલ લેન્ગવેજ એટલે કે ભાષા જાણવી તમારા માટે પ્લસ પોઈન્ટ થઇ શકે છે. જ્યારે પણ જોબ માટેની વાત આવે છે ત્યારે પ્રયોરીટીમાં એવી વ્યક્તિને પસંગ કરવામાં આવે છે જેમને કોઈ ઇન્ટરનેશનલ ભાષા આવડતી હોય. તેમાં પણ ખાસ કરીને ફ્રેંચ, જર્મન, રશિયન અને સ્વીડીશ લેન્વેજની ડીમાંડ વધારે છે. તે સાથે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ જેટલું વધારે તેટલુ તમારા માટે બધું સારું.

પર્સનાલિટી ડેવલોપમેન્ટ

સારી અને આકર્ષક પર્સનાલીટી વાળી વ્યક્તિ દરેક જગ્યાએ અવ્વલનંબરની થઈને ઉભી રહે છે. મોટા ભાગના લોકોની એવી માન્યતા છે કે પર્સનાલીટી એટલે વ્યક્તિનો દેખાવ. પણ અહિયાં પર્સનાલીટી એટલે વ્યક્તિનો દેખાવ નહિ પણ તેની સ્કીલ સારી હોવી જોઈએ.

કમ્પ્યુટર વિષે જાણકારી

આજના જમાનામાં કમ્પ્યુટર વિષે જાણકારી ખાસ હોવી જોઈએ. એટલે તમે ગમે ત્યાં તમારા નજીક કમ્પ્યુટર કોર્ષ કરી શકો છો. કમ્પ્યુટર જ્ઞાન તમારી કરિયરમાં ચાર ચાંદ લગાવી દેશે. કમ્પ્યુટર વિષે જાણતા હશો તો તમે તમાર કામમાં ક્યારેય પણ નહિ અટકો અને તમને સફળતા મળી જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment