12 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

19

આજના બાળકની જન્મ રાશી સવારના ૧૦ કલાક ૨૩ મિનીટ સુધી મેષ (નામાક્ષર: અ, લ, ઈ) ત્યારબાદ વૃષભ રાશી (નામાક્ષર: બ, વ, ઉ).

મેશ

આજના દિવસની શરૂઆત તમારે વ્યાયમ કસરતથી કરવી જોઈએ. મનોરંજન આનંદ પ્રમોદની આદત પર જરૂરિયાત કરતા વધારે ખર્ચ કરવાની સાવધાની રાખવી.આજે તમને લાભ થવાના પુરા યોગ જણાય છે. પરિવારના સભ્યો તમારા સકારાત્મક વર્તનથી પ્રભાવિત થશે. તમારીપ્રિય વ્યક્તિને સમજવાની કોશીશ કરો, નહિતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ભાગીદારીનાં પ્રોજેકટોમાં હકારાત્મક પરિણામ જોવા મળે. તમારી ભલમન સાઈનો કોઈ ગેરલાભ ઉઠાવશે. વકીલની પાસે જઈને કાનૂની સલાહ લેવા માટે આજનો દિવસ તમારા માટે શુભ દિવસ છે. ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ વિશેષ છે. તમે તમારા જીવનસાથીને કોઈ લવ પોઈન્ટ પર કે મોહક અને સૌંદર્ય સ્થળ પર ફરવા લઇ જાવ.

વૃષભ

આજના દિવસે તમને શરીરમાં ચોટ લાગવાની પૂરી શક્યતાઓ રહેલી છે,માટે આજે સાવધાનીથી વર્તવું. ઓફિસમાં બેઠાળુ વર્ક કરતા લોકોએ સાચી રીતે કમર સીધી રાખીને બેસવાથી ન કેવળ તમારા વ્યક્તિત્વમાં સુધારો લાવશે પણ તે સાથે તમારું આરોગ્ય અને તમારા આત્મ વિશ્વાસમાં પણ વધારો થશે. વધારાની આવક માટે તમારા સર્જનાત્મક વિચારોનો સહારો લેવો. તમારા જીવનસાથી તમારી જિંદગીમાં બદલાવવામાં મદદરૂપ થશે. તમે તમારી જાતને એક એવી જિંદાદિલ અને ઉષ્ણતાથી ભરપુર વ્યક્તિ બનાવો. જે જિંદગીનો સાચો રસ્તો પોતાના પરિશ્રમ અને કાર્યથી બનાવે છે. તમારા પ્રિય જીવનસાથીનો ફોન આવવાથી આજે તમે ખુશ રહેશો જે તમારો આજનો દિવસ સફળ બનાવી દેશે.

મિથુન

તમારા આરોગ્ય સાથે જોડાયેલ કાર્યક્રમોને ફરીથી શરુ કરવા માટે આજનો દિવસ તમારા માટે શુભ છે. હસી મજાકમાં કહેલી વાતોને લઈને કોઈ પર શક કરવાથી  સાવચેત રહેવું. કામનું તણાવ તમારા મગજ પર છવાઈ જવાની શક્યતાઓ રહેલી છે. આ કારણથી તમે તમારા ઘર પરિવાર અને મિત્રો માટે સમય આપી શકશો નહી. તમારા પ્રિય પાત્રની અણધારી અને અજાણી માંગણીનો સમજી વિચારીને સ્વીકાર કરો. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ ટીકાપાત્રનું કારણ બની શકે છે. તમારા આજના દિવસનો વધુ સમય ખરીદવામાં અને બીજી પ્રવૃત્તિઓમાં પસાર થશે.

કર્ક

આજના દિવસે તમારી આશા એક સુગંધથી ભરેલા સુંદર ફૂલની માફક ખીલશે. તમારા હાથ ખર્ચા પર કંટ્રોલ રાખવો. અને ખુલ્લા હાથે ખર્ચા કરવામાંથી બચવું. તમારે તમારા રોજીંદા કામમાંથી રજા લઈને આજે પત્ની અને બાળકો સાથે ફરવા જવાનો કાર્યકર્મ બનાવવો જોઈએ. આજે તમારા પ્રિય પાત્રની ગઈ ગુજરી વાતોને માફ કરીને તમે તમારી જીંદગીમાં સુધરો લાવી શકો છો.કોઈ એવા નવા ઉદ્યોગ-ધંધામાંન જોડાવું કે જેમાં વધારે ભાગીદાર હોય. જો જરૂર પડે તો એવા લોકોનો અભિપ્રાય લેવામાં ખચકાટ અનુભવવો નહી જે તમારી નજીક હોય. જો તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈને દુર ભાગશો તો તે તમારો પીછો ખરાબ રીતે કરશે.

સિંહ

તમારો ઉદાર સ્વભાવ આજે તમારા માટે કેટલીક ખુશનુમા પળ લઈને આવશે. તમારે તમારા માતા-પિતાના આરોગ્ય પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. જો તમે વિશ્વાસ કરતા હો કે પૈસો એજ સમય છે તો તમારે તમારી ક્ષમતાઓને ઉપર લઇ જવા માટે  જરૂરી પગલા લેવા પડશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરવો જેથી જીંદગીમાં ભવિષ્યમાં તમારે વધારે પછતાવું ન પડે. આજના દિવસે તમે તમારા જીવન સાથીની સાથે સારો એવો સમય વિતાવશો. કોઈના અંધ વિશ્વાસમાં આવી જઈ લેભાગુ, લુટારા અને ચિટરીયાઓથી છેતરાઈ ના જવું.

કન્યા

આજના દિવસે તમારે તમારો વધારાનો સમય શોખપુરા કરવામાં અથવા તો એવા કાર્યો કરવામાં પસાર કરવો જોઈએ, જે કરવાથી તમને સૌથી વધારે આનંદ મળે. જો તમે આવકના વધારાના સ્ત્રોત શોધી રહ્યા છો તો સુરક્ષિત આર્થિક પરીયોજનાઓમાં રોકાણ કરવું. તમારી જ્ઞાનનીતરસ તમને નવા મિત્રો બનાવવામાં મદદગાર સાબિત થશે. તમારો પ્રિયતમ આજે તમને કૈક નવું કરીને ચોંકાવી દેશે. જો તમે પોતાને વ્યવસાઈ અંદાજમાં બીજાની સામે આવશો તો તમારી કેરિયરમાં બદલાવના નજરથી તે લાભદાયક સાબિત થઈ શકે છે. આજે કોઈ બાબતમાં તમારો અભિપ્રાય પૂછવામાં આવે તો વિના સંકોચે સ્પષ્ટ અભિપ્રાય આપશો. એક સારા જીવન સાથીની સાથે તમારું જીવન ખરેખર અદ્ભુત રહેશે જેનો તમે આજે અનુભવ કરી શકશો.

તુલા

આજના દિવસે તમારે તમારા આરોગ્ય પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. લોંગ ટર્મ પ્રોફિટ માર્જિન એટલે કે નફાના લાંબા ગાળાના સમય માટે સ્ટોક એક્ષચેન્જમાં કે મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરવું લાભદાયક રહેશે. બાળકો અને વૃદ્ધ લોકો પોતાના માટે તમારી પાસે વધારે સમયની અપેક્ષા રાખી શકે છે. તમે તમારા પ્રિય પાત્રની બાહોમાં આરામનો અનુભવ કરશો. ભલે નાની-મોટી મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડે પણ સરવાળે આ દિવસ તમારા માટે ઘણી સિદ્ધિઓ આપી શકે છે. તે વાસહ કાર્યકરોનું ખાસ ધ્યાન રાખવું જે પોતાનીઅપેક્ષા મુજબ કોઈ વસ્તુ ન મળવાથી તેમને જલ્દી ખોટું લાગી જાય છે. પરોપકાર વૃત્તિ અને સામાજિક કાર્ય આજે તમને ખુબજ આકર્ષિત કરશે.

વૃશ્ચિક

ધાર્મિક ભાવનાઓને લીધે તમે કોઈ તીર્થસ્થાનની યાત્રાએ જશો.કોઈ સંતની કૃપાથી આશીર્વાદથી તમારા જીવનની દશા અને દિશા બંને બદલાઈ જશે.જો તમે સમજી વિચારીને કામ કરશો તો આજે વધારાની ધન પ્રાપ્તિ થવાના યોગ છે. એવાકોઈ વિવાદાસ્પદ મુદ્દા પર મગજમારી કરવાથી બચવું, કે જે તમારી અને તમારા પ્રિયજનોની વચ્ચે તણાવ ઉભો કરી શકે છે. એક્સટ્રા મિરેકલ પ્રેમ સંબંધ તમારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડી શકે છે. આજના દિવસે તમે કોઈ મોટા વ્યવસાયિક લેતી-દેતીને અંજામ આપી શકો છો. મનોરંજન સાથે જોડાયેલ કોઈ પ્રોજેક્ટમાં કેટલાય લોકોનું સંચાલન તમે કરશો. વકીલની વાતમાં ભોળવાઈ ના જવું પણ સમજી વિચારીને આગળ વધવું તમારા હિતમાં રહે.

ધન

ધન રાશીના જાતકોએ આજના દિવસે રાજનીતિમાં નવા સંબંધો પ્રત્યે સાવચેત રહેવું. તમારી આજીવિકા માટે તમને નવા-નવા રસ્તાઓ મળશે. સુખ, સમૃદ્ધિ અને પારિવારિક સંબંધોમાં પ્રગતી થશે. તમારા વિરોધીઓ હારશે. તમે જ્યાં નોકરી કરતા હશો ત્યાં તમારા કાર્યની ખુબજ પ્રશંસાના યોગ છે.તમારો હસમુખો સ્વભાવ બીજાને ખુશ રાખશે. દરેક રોકાણમાં સાવધાની પૂર્વક અમલ કરવો, અને તમે કારણ વગરના નુકશાનથી બચવા યોગ્ય સલાહ લેવા માટે ખચકાટ ન અનુભવવો. આજે તમે એકલાપણું મહેસુસ કરશો.

મકર

આજના દિવસે બીજા સાથે વાત-ચિતમાં ખાસ ધ્યાન આપવું. મિત્રોની મદદ લેવાનો અવસર આવશે. થોડા પ્રયત્નથી પણ તમને લાભ થશે. અટકેલા કાર્યો પુરા થવાથી આનંદની લાગણી અનુભવશો. નવા વિચારો અને નવી યોજનાઓ પર ચર્ચા-વિચારણા થશે. નજીક સંબંધોને ખાસ મહત્વ આપવું. તમારા આક્રમક સ્વભાવથી તમને જે લોકો પસંદ કરતા નથી તેના માટે તમે તેની આંખોમાં કણાની જેમ ખુચશો. તમારા કામ અને તમારા શબ્દોની તમારે નોંધ લેવી. જો તમે તમારા જીવનસાથી પાસેપ્યાર, લાગણીની અપેક્ષા રાખો છો તો, આજનો દિવસ તમારી આશાઓને પૂરી કરી શકે છે.

કુંભ

તમારા વાણી, વર્તન અને વ્યવહારથી તમારા સાથીદાર ખુશ થશે. તમારા જીવનમાં નવી ઉંચાઈઓ સર કરવાનો સમય આવ્યો છે. આ સમયનો અવશ્ય લાભ લેવો. વિખુટા પડેલા પરિવારના સભ્યો સાથે મુલાકાત થશે. અચાનક ખર્ચ આવી શકે છે, જેથી ખાસ ધ્યાન રાખવું. તમને સામાજિક કાર્યોમાં ભાગ  લેવાનો અવસર મળશે. જો તમે કોઈ સારા કામમાં તમારો વધારાનો થોડો સમય આપશો તો તમારામાં સકારાત્મ બદલાવ લાવી શકે છો. તમે જાતે અનુભવ કરી શકશો કે જીવનસાથીનો પ્રેમ તમારા બધા જ દુઃખ તમને ભુલાવી દેશે.

મીન

આજના દિવસે તમને નવા મિત્રો મળશે. કોઈ અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ કરવાની ભૂલ કરશો નહિ. પરિવારના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશો. બેન્કની નાણાકીય સહાયથી વ્યાપારનો વિસ્તાર થવાની શક્યતાઓ રહેલી છે. તમારા રોકાયેલા કે ફસાયેલા નાણા તમને પરત મળશે. મીન રાશીના જાતકને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે. ખટરાગ બાદ લાંબા સમય પછી આજે સાંજે તમને તમારી જીવનસાથીના પ્યારની ભેટ મળશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment