12 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

182

મેષ

આજના દિવસે તમને હળવાસ અને રાહતનો અનુભવ જોવા મળે. કાર્યમાં સફળતા પ્રગતી જોવા મળે. વધુ પડતો શ્રમ કરવાથી કે દોડધામ કરવાથી તમારી તબિયત ના બગડે તેનું ખાસ ધ્યાન રાખવું. હૃદય અને મનમાં બેચેની વ્યગ્રતા રહ્યા કરે.

વૃષભ

આજનો દિવસ તમારો આનંદથી પસાર થશે. તમારા કામની પ્રશંસા થવાથી કામ કરવાના ઉત્સાહમાં વધારો જોવા મળે. આજના દિવસે તમારી ધારણા મુજબનું કામ થાય.દરેક કામનો ઉકેલ આવવાની શક્યતા જણાય. નોકરી કે ધંધામાં કરેલી મહેનતનું સારું ફળ જોવા મળે.

મિથુન

શરીર સ્વાસ્થ્ય બાબતે જાળવવું ખાસ જરૂરી જણાય. મહત્વના નિર્ણયો લઇ શકાય. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો જોવા મળે. તમારા વિલંબમાં પડેલા કાર્યો પૂરા થવાની શક્યતાને નકારી શકાય નહિ.

કર્ક

સમયે સમયે ધંધો બદલતા વર્ગને ધંધામાં સ્થિરતા જોવા મળે. ઉતાવળ કરવાથી ભૂલો થવાની શક્યતા રહે છે. ઘર પરિવારની કે સાસરિય પક્ષની આકસ્મિક કામની જવાબદારીઆવી જવાથી તમારા રોજીંદા કામમાં રૂકાવટ આવે તેવું બની શકે.

સિંહ

નોકરી કે ધંધા બાબતે માનસિક ચિંતાનો અનુભવ કરો તેવું બની શકે. વડીલ વર્ગના આરોગ્ય બાબતની ચિંતા રહે. માનસિક પરિતાપ, બેચેની, ચિંતામાં પણ તમે સારી રીતે તમારું ધાર્યું કામ કરી શકો. દોડ ધામ કરવાથી થાકનો અનુભવ થાય.

કન્યા

તમે તમારી બુદ્ધિ અનુભવ આવડતના આધારે કોઈ મુશ્કેલ કામનો ઉકેલ લાવી શકો. આજના દિવસે ધાર્યા મુજબનું કામ ન થવાથી મનમાં બેચેનીઉચાટ વ્યગ્રતા રહે. કોર્ટ કચેરીના કામમાં વિલંબ થાય. અગત્યના કામકાજ અંગે કોઈ અગત્યની વ્યક્તિની મુલાકાત થાય જે લાભ અપાવે.

તુલા

આરોગ્ય બાબતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. અન્યથા તબિયત વધુ બગડવાની શક્યતા જણાય. રોકાયેલા નાણા પરત મળવાની શક્યતા જણાય. આધી,વ્યાધી, ઉપાધી, સંકટ, મુશ્કેલી આવવાની શક્યતાનો સામનો કરવાનો થાય તેવું બની શકે.

વૃશ્ચિક

નોકરી કે ધંધા બાબતે બહારગામ જવાનું શક્ય બને. કોઈની સાથે ચાલી રહેલા કે થયેલા વાદ, વિવાદ કે સંઘર્ષનું નિરાકરણ આવતું જોવા મળે. આધી,વ્યાધી, ઉપાધી, સંકટ, મુશ્કેલી દુરથાય તેવું બની શકે. વારસાઈ મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવે.

ધન

આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે. જમીન મકાનની લે વેચમાં સાનુકુળતા રહે. તમારા અટકેલા કાર્યોનો ઉકેલ આવવાની શક્યતા જણાય. આજના દિવસે ચિંતા રહે, ખર્ચમાં વધારો થાય. બજારોની તેજી મંદીની અસર ધંધામાં વર્તાય.

મકર

આજના દિવસે માનસિક પરિતાપ બેચેની વ્યગ્રતાનો અનુભવ જોવા મળે. શેર સટ્ટાકીયની લે વેચમાં સમય સારો છે. વાતાવરણ સાનુકુળ રહેવાની શક્યતા રહેલી છે. સંયુક્ત ભાગીદારીના ધંધામાં ભાઈઓનો સાથ સહકાર મળી રહેવાની શક્યતા.

કુંભ

શેર સટ્ટાકીય બાબતમાં આજના દિવસે ખાસ સાવધાની રાખવી આપના હિતમાં સાબિત થાય. કામ કરવાની ઈચ્છા થાય પણ સ્વાસ્થ્યની અસ્વસ્થતા જણાય. ધંધાના કામમાં વ્યવસ્થિત ધ્યાન આપવું.ઋતુગત બીમારીમાં સાવચેતી રાખવી ખાસ જરૂરી જણાય.

મીન

નવા ધંધામાં થોડી અડચણો આવે તેવું માની શકે.આકસ્મિક સફળતાને લીધે આનંદ જણાય.વાદ વિવાદ અને ગેરસમજથી દુર રહેવું. તમારા દરેક કાર્ય ક્ષેત્રમાં તમે હળવાસ અને રાહતનો અનુભવ કરી શકો. કાર્યમાં સફળતા મળે. ઘર પરિવારમાં ઉદભવેલા મનભેદ દુર થાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment