12 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

31

આજના બાળકની જન્મ રાશી વહેલી સવારના (રાત્રીના) ૪ કલાક ૧૮ મિનીટ સુધી મેષ (નામાક્ષર: અ, લ, ઈ) ત્યારબાદ વૃષભ રાશી (નામાક્ષર: બ, વ, ઉ)

મેષ

મેષ રાશિના જાતકને આજનો દિવસ શુભ અને મંગલકારી રહેશે. મનની ધારણા મુજબના શુભ અને મંગલ કાર્ય આપના હાથે થઇ શકે છે. આકસ્મિક આર્થિક મદદ મળી રહેવાની શક્યતાને નકારી શકાય નહિ.

વૃષભ

જમીનને લગતા પ્રશ્નો વણઉકેલ્યા રહેવાની શક્યતાને નકારી શકાય નહિ. મંગલ ભૂમિ પુત્ર હોવાથી આજના દિવસે લાલ વસ્ત્ર કે કોઇપણ લાલ ચીજ વસ્તુનું દાન કરવું તમારા હિતમાં સાબિત થશે. આર્થિક નાણાકીય વ્યવહાર આજના દિવસે ખાસ સમજી વિચારીને કરવા.

મિથુન

નોકરી કરતા લોકોને પદમાં બઢતીના ચાન્સ જોવા મળે. લાંબા ગાળામાં કરેલું રોકાણહવે આર્થિક લાભ અપાવે. સાસરિયા પક્ષ તરફથી દરેક બાબતમાં સાથ સહકાર મળવાની પૂરી શક્યતા રહેલી છે.

કર્ક

શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ સાવધાની રાખવી આપના હિતમાં રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા કાર્યક્ષેત્રમાં ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે છે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બને.

સિંહ

મ અને ટ નામાક્ષરથી શરુ થતી વ્યક્તિઓએ અપંગ કે અશક્ત લોકોને લાલ ચીજ વસ્તુનું દાન કરવું. મંગળના મંત્રનું મનમાં મનમાં સ્મરણ કરવું હિતાવહ. સામાજિક જવાબદારીના તમારા કાર્યની પ્રશંશા થાય.

કન્યા

આજના દિવસે નાની અમથી વાતમાં ગુસ્સે ન થતા માનસિક સંતુલન જાળવી રાખવું ખાસ જરૂરી જણાય. સાસરિય પક્ષ તરફથી વાતાવરણ સાનુકુળ રહે. બાળપણના ગોઠિયા કે જુના સહાધ્યાઈઓની આકસ્મિક મુલાકાત નકારી શકાય નહિ.

તુલા

આજના દિવસે તુલા રાશિના જાતકે આર્થિક નાણાકીય વ્યવહાર કરતા સમયે ખાસ સાવચેતી રાખવી. વાહન ચલાવતી વખતે સંભાળીને ચલાવવું. આજનો દિવસ આનંદમય પસાર થાય. ભૌતિક સુખ સુવિધામાં વધારો જોવા મળે.

વૃશ્ચિક

હૃદયને લગતી કે કમરને લગતી બીમારીમાં રાહત જણાય. ઋતુગત બીમારીમાં સાવધ રહેવું. આર્થિક નાણાકીય સ્થિતિ મજબુત થતી જોવા મળે. કોઇપણ સટ્ટાકીય બાબતમાં વાતાવરણ સાનુકુળ રહેવા સંભવ. લાભ અપાવે.

ધન

શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ સાવચેતી રાખવી. રોજગારીની નવી તકો સામેથી આવી મળે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો જોવા મળે. ફાજલ રૂપિયા પૈસાનું જમીન મકાનમાં કરેલું આર્થિક રોકાણ ભવિષ્યમાં લાભ અપાવે.

મકર

વારસાઈ માલ મિલકતને લગતા પ્રશ્નો એક પક્ષીય નિર્ણયને લીધે વણ ઉકેલ્યા રહેવાની શક્યતાને નકારી શકાય નહિ. ભૌતિક સુખ સુવિધામાં વધારો થાય. બેન્કને લગતા કામ  કાજમાં અને બેન્કની જવાબદારીમાં દિવસ પસાર થાય.

કુંભ

સામાજિક કે રાજકીય ક્ષેત્રે મીઠાબોલા સુગર કોટેડ છુપા હિતશત્રુઓથી ખાસ સાવચેત રહેવું. સમાજમાં માનહાની થવાની શક્યતાને નજર અંદાજ કરી શકાય નહિ. ભૂતકાળમાં કરેલ લાંબા ગાળાના રોકાણનું આંશિક વળતર કે લાભ મળવાની શક્યતા રહેલી છે.

મીન

શરીર સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું આપણા હિતમાં સાબિત થાય.વેપાર અર્થે કરેલો પ્રવાસ નિરર્થક ન જાય, પાછળથી લાભ અપાવે. મનની ધારણા મુજબના વેપાર કે ધંધાને લગતા શુભ કાર્યો આગળ વધવાની શક્યતા રહેલી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment