12 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

15

આજના બાળકની જન્મ રાશી બપોરના ૩ કલાક ૧૬ મિનીટ સુધી મિથુન રાશી (નામાક્ષર: ક, છ, ઘ) ત્યારબાદ કર્ક રાશી (નામાક્ષર: ડ, હ)

મેષ

આજના દિવસે સ્વાસ્થ્યના બદલાવને અવગણવું નહિ. ધર્મ કાર્યમાં તેમજ આધ્ધ્યાત્મિક ક્ષેત્રે રૂચી વધે. રોકાયેલા કાર્યો પૂર્ણ થાય. નવી તક મળવા સંભવ. વાહન અને જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે.

વૃષભ

રોજગારીની નવી તકો ઉભી થાય. રોકાયેલા કામ પૂરા થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. હતાશા કે નિરાશાનો સમય દુર થવાની શક્યતા. યાત્રા પ્રવાસનું આયોજન થવાની શક્યતા. મિત્ર સર્કલથી આર્થિક મદદ મળી રહે.

મિથુન

કરેલી મહેનતનું ફળ મળે. સામાજિક જવાબદારીઓ વધે. મનમાં ધરેલા કાર્યો પૂરા થાય. વિદેશથી સારા સમાચાર મળવાની શક્યતા. બળથી નહિ પણ કળથી બુદ્ધિથી કામ લેવું. આજનો દિવસ આનંદથી પસાર થાય.

કર્ક

નવા કાર્યની શુભ શરૂઆત થઇ શકે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની નવી તકો સામે આવે. તમારા કાર્ય ક્ષેત્રમાં હરીફ વર્ગ સાથે વાદ વિવાદ ટાળવો. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે. કોઈમહત્વની વ્યક્તિ સાથે પરિચય થવા સંભવ.

સિંહ

જમીન મકાનને લગતા પ્રશ્નોનો શાંતિથી ઉકેલ આવી શકે. કૌટુંબિક કામકાજમાં સારી સફળતા મળે. રોકાયેલા નાણા પરત મળે. સામાજિક કામ કાળમાં દિવસ પસાર થાય. વિદ્યાર્થી માટે સમય સારો છે.

કન્યા

આજના દિવસે વડીલોનું માર્ગદર્શન દરેક કાર્ય ક્ષેત્રે ઉપયોગી સાબિત થાય. પારિવારિક મત ભેદ ટાળવા. કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. વેપારને વધારવા માટે કરેલા પ્રયત્નો કે મહેનતનું ફળ મળવાની શક્યતા.

તુલા

આજના દિવસે દિવસના મધ્યાંતર સુધી ઉચાટ ઉદ્વેગમાં પસાર થાય. વાણી વિલાસ પર કાબુ રાખવો. દિવસના મધ્યાંતર પછીથી કંઇક રાહત થતી જણાય. નવા કાર્યોની શરૂઆત ન કરવી. ગુઢ વિદ્યા અને રહસ્યમય બાબતોને સમજવાનો પ્રયત્ન કરો.

વૃશ્ચિક

તમારા દરરોજના રૂટીન કામમાં વ્યસ્ત રહો. પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ મુશ્કેલીઓ વધવાની શક્યતાઓ. વાણી વિલાસ પર કંટ્રોલ રાખવો. નોકરીયાત વર્ગને કાર્યમાં વધારો થાય. અન્ય કર્મચારીનું કામ તમારે કરવાનું થાય.અટવાયેલા કાર્યો પૂરા થાય.દિવસ વ્યસ્તતામાં પસાર થાય.

ધન

આરોગ્ય બાબતે પેટની તકલીફ થવા સંભવ. સંયુક્ત ભાગીદારીના ધંધામાંપુત્ર અને પૌત્રાદિકનો સાથ  સહકાર મળે. અધૂરા કાર્યો પૂરા થાય. આજના  દિવસેકામ કાજમાં વાતાવરણ સાનુકુળ રહે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવો.

મકર

આજના દિવસે દિવસની શરૂઆતથી ચિંતા રહે, પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને માનસિક શાંતિ અને રાહત થતી જાય. દિવસ દરમ્યાન. કોઇપણ કાર્યમાં ઉતાવળ કરવી નહિ. કૌટુંબિક વાદ વિવાદ ઉભા થાય. ધનનો વ્યય થવાની શક્યતા. ધાર્મિક અને આધ્યાત્મિક વાદ વિવાદથી દુર રહેવું.

કુંભ

આવક કરતા ખર્ચમાં વધારો જોવા મળે. કોઇપણ નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચાર કરવો. માનસિક ટેન્શન ચિંતા બેચેની જોવા મળે. રાજકીય ક્ષેત્રે ઉંધી પછડાત ખાવાનું બની શકે.

મીન

આજના દિવસે ઘરની બહારનું ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી યાત્રા, પ્રવાસ કે મુસાફરી દરમ્યાન બહારનું ખાવાનું ટાળવું. અગત્યના કાગળ, જરૂરી ફાઈલ કે તમારું વોલેટ ગુમ થવાની શક્યતા હોવાથી ખાસ કાળજી રાખવી. ભાઈઓ તરફથી સાથ સહકાર મળવાથી લાભ થાય.

 

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment