112 વર્ષની ફ્લાઇંગ રાણી હવે નવા રંગ રૂપમાં, સુરત સિટીના લોકો માટે આનંદો…

51

સૂરત અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલનારી ૧૧૨ વર્ષ જૂની ફ્લાઇંગ રાણી ડબલ ડેકર એક્સપ્રેસ હવે નવા રૂપ રંગમાં ચાલશે. આના બધા ૧૯ ડબ્બાઓને ઉત્તમ કોચમાં રૂપારિત કરવામાં આવી રહ્યા છે. ૧૬ ડબ્બાઓ ઉત્તમ થઇ ગયા છે. એક અઠવાડિયામાં જ બાકીના ૩ ડબ્બા પણ તૈયાર થઇ જશે.

ટ્રેનને રદ્દ કર્યા વિના જ કોચને નવો આકાર

ફ્લાઈંગ રાણીને રદ્દ કર્યા વિના જ કોચને ઉત્તમ બનવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ટ્રેન જ્યારે આવે છે, તો એના કોચ કાઢીને સૂરત યાર્ડમાં ઉત્તમ બનવાનું કામ ચાલી રહ્યું છે. આ ટ્રેનને સૌથી પહેલા ૧૯૦૬માં મુંબઈ સેન્ટ્રલથી સૂરત વચ્ચે અઠવાડિક સ્પેશિયલના રૂપે ચાલવામાં આવી હતી, પરંતુ પછી નિયમિત કરી નાખવામાં આવી હતી. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે ફેબ્રુઆરી અંત સુધી આ ટ્રેન સમ્પૂર્ણ રીતે ઉત્તમ કોચ સાથે ચાલશે.

સવારે ૫:૩૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ માટે થાય છે રવાના

ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ દરરોજ સૂરતથી સવારે ૫:૩૦ વાગ્યે રવાના થાય છે અને સવારે ૧૦:૧૦ મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. પરત ફરતા આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સાંજે ૫:૫૫એ રવાના થાય છે અને રાત્રે ૧૦:૩૫ વાગ્યે સૂરત પહોંચે છે.

ઉધના દાનાપુર પણ બનશે ઉત્તમ

ઉધનાથી દાનાપુર વચ્ચે અઠવાડિયામાં બે વખત ચાલનારી ઉધના દાનાપુર એક્સપ્રેસને પણ ઉત્તમ પ્રોજેક્ટ પ્રમાણે બદલવામાં આવશે. આના બધા કોચ સાદામાંથી ઉત્તમમાં કન્વર્ટ કરવામાં આવશે. એના માટે રેલ્વેએ આ મહિનામાં ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કર્યો છે.

કોચમાં કરવામાં આવેલા છે આ ફેરફાર

કોચનો બાહ્ય ભાગ એન્ટિગ્રેફેટ્ટી પ્યુ પેઈન્ટથી રંગવામાં આવી રહ્યા છે.

કોચમાં એલઈડી લાઈટ લગાવામાં આવી રહ્યા છે.

શૌચાલયોમાં ઇપોકસી ફલોરિંગ કરવામાં આવી રહી છે.

ઉત્તમ લોકો સાથે રમણીય દશ્યોવાળા પોસ્ટર લગાવામાં આવી રહ્યા છે.

સારી ક્વોલીટીના બ્રાન્ડેડ ડ્યુઅલ ફલશ વાલ્વ લગાવામાં આવી રહ્યા છે.

ટુ વે લોન્ગ બોડી બીગ ટ્રોલી લગાવામાં આવી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment