11 વર્ષની એક યુરોપિયન છોકરીએ નરેન્દ્ર મોદીને ભારત આવવાની ઈચ્છા માટે લખ્યો પત્ર, પત્રમાં લખ્યું છે કઈક આવું…

7

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એક11 વર્ષની યુરોપિયન છોકરીએ પત્ર લખીને ભારત આવવાની અને રોકાવની પરમીશન માંગી છે.11 વર્ષની આ યુરોપિયન છોકરીનું નામ એલીઝાવાનાત્કોછે. આ એલીઝાવાનાત્કો અને તેની માતાને ભારતમાં સમય મર્યાદા કરતા વધારે સમય સુધી રહેવા માટે બ્લેક લીસ્ટમાં મુકવામાં આવેલ છે.એલીઝાવાનાત્કોએ સ્વ હસ્તે લખેલ પત્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અને વિદેશ મંત્રી શ્રી જયશંકરને સંબોધીને લખવામાં આવેલ છે. આ પત્રમાં એલીઝાવાનાત્કોએ ભગવાન શિવ પ્રત્યે પ્રેમ અતુટ શ્રદ્ધાઅને વિશ્વાસ પ્રગટ કર્યો છે. તદુ ઉપરાંત નાલંદા દેવી પર્વત અને ગોવામાં ગાયોની સેવા કરવાની યાદો વિશે લખવામાં આવેલ છે.

એલીઝાવાનાત્કોએ સ્વ હસ્તે લખેલ પત્રને તેની માતા મારટા કોટલારસ્કા એ ટવીટર પર શેરકરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અને વિદેશ મંત્રીશ્રી જયશંકરને સંબોધીને ટવીટ કર્યું છે. મારટા કોટલારસ્કા એ ટવીટર પર શેર કરીને લખ્યું છે કે, “હું ગોવાની મારીશાળા પ્રત્યેખુબ જ પ્રેમ અને આદર કરું છું. ખુબજ સુંદર પ્રકૃતિ અને મને એ નિમલ રેસ્ક્યુ સેન્ટર એટલે કે પશુ બચાવ કેન્દ્રમાં કરવામાં આવેલ મારી સ્વયં સેવકની યાદ આવી રહી છે કે જ્યાં મેં ગાયોની દેખરેખ રાખવામાં મદદ કરી હતી.”

એલીઝાવાનાત્કોના જણાવ્યા અનુસાર મારી મમ્મી મારટાકોટલારસ્કાને ભારત સરકારે 24 માર્ચ 2019ના રોજ પ્રવેશ આપ્યો નહોતો. અને તેમને જણાવવામાં આવ્યું હતું કે તમે ભારતમાં ચોક્કસ સમય મર્યાદા કરતા વધારે સમય સુધી રોકાયા છો જેથી તમને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવ્યા છે.

એક વાત ખાસ જણાવી દઈએ કે એલીઝાવાનાત્કોની માતા એક કલાકાર આર્ટીસ્ટ અને સારા ફોટોગ્રાફર છે. અને ટે ભારતમાં બી 2 બી વિઝા પર આવેલ હતા. એલીઝાવાનાત્કોની માતા મારટાકોટલારસ્કાએ તેમના ભારતીય વિઝાને નવીનીકરણ કરવા માટે શ્રીલંકા ગયા હતા. પરંતુ ત્યાંની ભારતીય એમ્બેસીના અધિકારીઓએ તેને 24 માર્ચના પાછા મોકલી આપ્યા હતા.એલીઝાવાનાત્કોએ પત્રમાંતેમની પરેશાની જણાવતા વધુમાં લખ્યું છે કે, “મારી માતા મારટાકોટલારસ્કાને 24 માર્ચ 2019ના રોજ ભારતમાં બીજીવાર પ્રવેશ આપવામાં આવ્યો નહિ. અનેઅમનેવિઝા ખત્મ થવાના કારણે અમને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવેલ છે. આ બાબત અમને ફક્ત એટલા માટે અયોગ્ય લાગે છે કે આ બાબતે અમારી કોઈ ભૂલ નહોતી.”

એલીઝાવાનાત્કો પત્રમાંવધુમાં જણાવે છે કે, અમે ભારતીય ન હોવા છતાં પણઅમે ભારતને અમારું ઘર માનીએ છીએ.એલીઝાએ વધુમાં લખ્યું છે કે અમને અમારા પત્રનો કોઈ પ્રત્યુત્તર હજુ સુધી મળ્યો નથી.

જો કે, હાલમાં તો આ બંને માં દીકરી કમ્બોડિયા દેશમાં રહે છે. અનેભારત આવવાની પ્રતીક્ષા કરી રહી છે. પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે અમેબંને માં દીકરી હિન્દુત્વ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલ છીએ. વધુમાં તેઓ એમ જણાવે છે કે અમે ભારતમાં વિતાવેલ ક્ષણોને કે પસાર કરેલ સમયને ખુબજ યાદ કરીએ છીએ.અને“હવે મને એમ લાગે છે કે આ બધુજખત્મ થઇ ગયું છે. હું ભગવાન શિવ અને નાલંદા દેવીને અમારી મદદ કરવા માટે પ્રાર્થના કરું છું.”

મેં તમને આ પત્ર એટલા માટે લખ્યો છે કે અમે જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તમે ખુબજ સમજદાર અને શક્તિશાળી વ્યક્તિ છો. તમે મારી અને મારી માતાની જે દેશને અમે અમારું ઘર માનીએ છીએ તે ભારત આવવાના અમારા સાચા પ્રયત્નોમાં મદદ કરશો. મહેરબાની કરીને અમારી મદદ કરો. અમે અમને માં દીકરીને બ્લેક લીસ્ટમાંથી દુર કરવાની મંજુરી આપો.

આ પહેલા એલીઝાવાનાત્કોની માતાએ એટલે કે મારટાકોટલારસ્કાએએપ્રિલ મે મહિનામાં ભારતના તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગતા એવો પ્રસ્તાવ રજુ કર્યો હતો કે તેમને ઉત્તરાખંડના ચમોલીના ફોરેન રીજનલ રજીસ્ટ્રેશન ઓફીસ એટલે કે વિદેશ પ્રાદેશિક નોંધણી કાર્યાલયે“એકગેરસમજ” ને કારણે ચોક્કસ સમય મર્યાદા કરતા વધારે સમયગાળા માટે રહેવાને કારણે બ્લેકલિસ્ટેડ કરી દીધા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment