રજનીકાંતની દીકરી સૌંન્દર્યા કરશે બીજા લગ્ન 11 ફેબ્રુઆરીએ, માં એ ઘરની સુરક્ષા વધારવા પોલીસને લખ્યો પત્ર…

33

સુપરસ્ટાર રજનીકાંતની દીકરી સૌંન્દર્યાએ સોમવારે કહ્યું કે એ એક્ટર વિશાગન વનંગમુદી સાથે લગ્ન કરશે. બંને ૧૧ જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. સૌંન્દર્યાએ ટ્વીટ કર્યું “એક અઠવાડિયું બાકી છે. દુલ્હન મોડ વિશાગન સંગ સૌંન્દર્યા.”

માં એ કરી ઘરે સુરક્ષા વધારવાની માંગ

લગ્ન ચેન્નઈમાં રજનીકાંતના પોઈસ ગાર્ડનમાં આવેલ ઘરે હશે જેમાં લગ્નની તૈયારીઓ જોર શોરથી ચાલુ છે. એક વેબસાઈટ મુજબ, રજનીકાંતની પત્ની લતાએ તમિલનાડુ પોલીસને ચિઠ્ઠી લખીને ઘરની બહાર સુરક્ષા વધારવાની માંગ કરી છે કેમકે આ ઘરની બહાર ટ્રાફિક જામ થવાની સ્થિતિ બની શકે છે અને ઘરની બહાર ચાહકોનો જમાવડો લાગી શકે છે. ૧૦ ફેબ્રુઆરીથી લગ્નના ફંકશનો શરૂ થશે, ૧૧ ફ્રેબુઆરીએ લગ્ન અને એના પછી ૧૨ ફેબ્રુઆરીએ રિસેપ્શન હશે.

સૌંન્દર્યાના બીજા લગ્ન

આ સૌંન્દર્યાના બીજા લગ્ન છે. સૌંન્દર્યાએ આના પહેલા ઉદ્યોગપતિ અશ્વિન રામકુમાર સાથે ૨૦૧૦માં લગ્ન કર્યા હતા અને એમને ૨૦૧૬માં છૂટાછેડાની અરજી કરી દીધી અને અલગ થઇ ગયા. એમનો વેદ નામનો એક દીકરો પણ છે.

ગ્રાફિક્સ ડીઝાઈનર તરીકે પોતાનું કરિયર શરૂ કરનારી સૌંન્દર્યાએ ‘બાબા’, ‘મજા’, ‘સંદાકોઝી’ અને ‘શિવાજી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ વિશાગનએ ૨૦૧૮માં તમિલ ફિલ્મ ‘વંજાગર ઉલાગમ’ ની સાથે અભિનય કરિયરની શરૂઆત કરી હતી

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment