11 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

18

આજના બાળકની જન્મ રાશી મેષ (નામાક્ષર: અ, લ, ઈ)

મેષ

કૌટુંબિક વાદ, વિવાદ કે વિખવાદનો અંત આવવાની શક્યતાને નકારી શકાય નહિ. કોઈપણ સટ્ટાકીય પ્રવૃતિમાં આજના દિવસે ખાસ ધ્યાન, સાવચેતી રાખવી આપના હિતમાં રહેશે.

વૃષભ

તમારા ઇષ્ટદેવની પ્રાર્થના ઉપાસના તમને ઈચ્છિત લાભ અપાવવામાં સહાયક બની શકે.ઘરની બહારનું ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું.જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. પ્રવાસનું આયોજન શક્ય બની શકે.

મિથુન

સામાજિક તેમ જ ધાર્મિક ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં ઉન્નતીજોવામળે. આર્થિક મુશ્કેલીમાં રાહત જણાય. મકાન વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા રહેલી છે. વાહન ચલાવવામાં ખાસ ધ્યાન રાખવું.

કર્ક

વેપાર માટે કરેલો પ્રવાસ અસફળ નારહે, લાભ અપાવે. યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બની શકે. આકસ્મિક વિદેશથી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા જણાય. જમીન મકાનમાં કરેલ રોકાણથી લાભ મળવાની શક્યતા જણાય.

સિંહ

લાંબા ગાળાનું રોકાણ ભવિષ્યમાં લાભદાઈ અને ફળદાઈ સાબિત થઈ શકે. વેપાર ક્ષેત્રે નવા સાહસ થવાની શક્યતાને નકારી શકાય નહિ. નોકરીયાત વર્ગને સ્થાનમાં બઢતીના યોગ જણાય.

કન્યા

આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થવાની શક્યતા રહેલી જણાય. ભૌતિકસુખ સુવિધામાં વધારો જોવા મળે. માનસિક વ્યગ્રતા કે બેચેની અનુભવો.વિદેશથી સારા સમાચાર મળવાની શક્યતા નકારી શકાય નહિ.

તુલા

આજના દિવસે બેન્કને લગતા કામકાજમાં દોડધામ રહે. ઓફીસના કામકાજમાં મન આનંદિત પ્રફુલ્લિત રહે. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે આકસ્મિક યોગ્ય જીવનસાથીની મૂલાકાતની શક્યતાને નકારી શકાય નહિ.

વૃશ્ચિક

તમારા કાર્ય ક્ષેત્રમાં તમને યશ, માન, કીર્તિ, પદ પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. શરીરનું આરોગ્ય જળવાઈ રહેવાની શક્યતા રહેલી જણાય. વેપારી વર્ગને ધંધામાં અને આવકમાં વધારો થાય.

ધન

રોજગારીની નવી તક ખુલી શકે છે. વારસાઈ માલ મિલકતોના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. આજના દિવસે લાંબા કે ટૂંકા ગાળાના પ્રવાસનું આયોજન ન કરવાની ભલામણ આપના હિતમાં સાબિત થાય.

મકર

આમદાની અઠ્ઠની ખર્ચા રૂપિયાની નોબત ના આવે તેનું ધ્યાન રાખવું. નોકરીયાત વર્ગ આજના દિવસે તેમના કાર્ય ક્ષેત્રમાં માનસિક બેચેની કે વ્યગ્રતા અનુભવે.શરીર સ્વાસ્થ્ય નરમ ગરમ રહે.

કુંભ

કોર્ટ કચેરીને લગતા કે કાયદાકીયપ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા. શુભ માંગલિક પ્રસંગમાં શરીફ થવાનું શક્ય બની શકે છે. નોકરીયાત વર્ગ માટે સમય સારો છે.

મીન

સામાજિક જવાબદારીમાં તેમજપદ અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. આર્થિક નાણાકીય સ્થિતિ સારી થતી જોવા મળે. ટૂંકા ગાળાનાં રોકાણનું આયોજન સામાન્ય લાભ અપાવે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment