11 સેલીબ્રીટી પરદા પાછળ આ હરકતો કરતા જોવા મળ્યા, ફોટાઓ જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો…

28

પરદાની આગળ અથવા એમ કહો કે મીડિયાની સામે તો તમે સુપરસ્ટારને વાત કરતા જોયા હશે. ઘણીવાર આ લોકો મજાક મસ્તીના મુડમાં તો દેખાય છે પરંતુ એટલા નહી જેટલા એ પરદા પાછળ દેખાય છે. જી હા,તમે એકદમ સાચું સમજી રહ્યા છો. પરદાની આગળ આ સેલીબ્રીટી પોતાની ઈમેજના બંધનમાં બંધાયેલા હોય છે. વાત અને મસ્તી મજાક તો કરે છે પરંતુ પોતાની લીમીટમાં રહીને. આજે અમે તમને પરદા પાછળની આ સેલીબ્રીટીના અમુક ફોટાઓ દેખાડવા જઈ રહ્યા છીએ જે પાકું તમે પહેલા નહિ જોય હોય. આ ફોટાઓ શુટિંગ દરમિયાનના છે જેમાં સેલીબ્રીટી ક્યારેક રીક્ષા પર તો ક્યારેક વિચિત્ર સ્થિતિમાં બાઈક પર બેઠેલા દેખાય છે. તો ચાલો આજે અમે તમને આ દિલચસ્પ ફોટાઓ બતાવીએ છીએ.

પ્રભાસ અને એસ એસ રાજમૌલી

પ્રભાસ અને એસ એસ રાજમૌલીની આ ફોટો ફિલ્મ ‘બાહુબલી’ ના શુટિંગ દરમિયાનનો છે. આ ફોટામાં પ્રભાસના ચહેરા પર જ્યાં માટી જોવા મળી રહી છે તો બીજીબાજુ તેમના હાથમાં લોહી દેખાય રહ્યું છે. આ ફોટામાં પ્રભાસ બાઈક પર પાછળ બેઠા છે અને રાજમૌલી બાઈક ચલાવતા જોવા મળી રહ્યા છીએ.

રાજકુમાર હિરાણી, સંજય દત્ત અને આમીર ખાન

‘પીકે’ ફિલ્મ વર્ષ ૨૦૧૪ માં રિલીજ થઇ હતી. આ ફોટો ફિલ્મના શુટિંગ દરમિયાન પાડવામાં આવ્યો છે. આ ફોટામાં આમીર ખાન, સંજય દત્ત અને રાજકુમાર હિરાણી હસતા જોવા મળે છે. ફોટાને જોઇને એવું લાગે છે કે ત્રણેય એકબીજા સાથે મજાક કરી રહ્યા છે.

આમીર ખાન નિર્દેશક નીતીશ કુમાર સાથે

આમીર ખાનની આ ફોટો ‘દંગલ’ ફિલ્મના શુટિંગ દરમિયાનની છે. આ ફોટામાં આમીર ખાન અગાસી પર પતંગ ઉડાડતા જોવા મળે છે. આમીરની સાથે ફિલ્મ નિર્દેશક નીતીશ કુમાર પણ પતંગ ઉડાડતા જોવા મળે છે. ફોટો જોતા એવું લાગે છે કે બંને વચ્ચે પતંગની હરીફાઈ થઇ રહી છે.

સલમાન ખાન અને અનુષ્કા શર્મા

સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ ફિલ્મ ૨૦૧૬ માં આવી હતી. આ ફોટો આ ફિલ્મના શુટિંગ દરમિયાનની છે. ફોટામાં સલમાન અને અનુષ્કા ખેતરની વચ્ચે બેસીને કઈક ખાતા હોય એવું દેખાય રહ્યું છે.

સલમાન ખાન અને કેટરીના કેફ

આ ફોટો ‘એક થા ટાઇગર’ દરમિયાન પાડવામાં આવ્યો હતો. આ ફોટામાં કેટરીના કેફ હસતી જોવા મળી રહી છે તો કોઈ વાત પર સલમાન ખાન શરમાતા જોવા મળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment