૧૧ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

43

આજના બાળકની જન્મ રાશી રાત્રીના 2 કલાક અને 02 મિનીટ સુધી કુંભ રહેશે (નામાક્ષર ગ,શ,સ,ષ) ત્યારબાદ મીન રાશી (નામાંક્ષર દ,ચ,ઝ,થ)

મેષ

આજના દિવસે પુત્ર પૌત્રાદિકનાકામમાં ધ્યાન આપવું પડે. નોકરિયાત વર્ગને તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને તેમના કાર્યમાં સાનુકુળ વાતાવરણ રહે. અટકેલા કામનો ઉકેલ આવવાની શક્યતા.

વૃષભ

જુના નવા સંબંધો ફરીથી તાજા થાય. આવકમાં વધારો થવાની શક્યતા. બહારગામ જવાનું શકાય બને. વિદેશ જવાના યોગ નકારી શકાય નહિ.

મિથુન

યાત્રા પ્રવાસનું આયોજન થાય. નોકરી ધંધાના કામમાં કામની વ્યસ્તતા રહે. મિલન મુલાકાતનું આયોજન ગોઠવાય.

કર્ક

તમારી ધારણા મુજબનું કે તમારું ધાર્યું કામ પૂરું થાય નહિ. પેટ અને કમરમાં દર્દ થવાની શક્યતા. મગજ ભારે ભારે રહે. રાત્રે ઊંઘ ન આવવાનું કારણ બને.

સિંહ

ઘર પરિવારના કામમાં ખાસ ધ્યાન આપવું પડે. સગા સંબંધી કે મિત્ર વર્ગના આવવાથી ચિંતામાં વધારો થવાની શક્યતા. સાંસારિક પ્રશ્નો સરળતાથી ઉકેલાય.

કન્યા

નોકરીકરતા લોકોને તથા ધંધાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓને તેમના કામમાં વ્યસ્તતા જણાય. સીઝનલ ધંધો કરતી વ્યક્તિઓને તેમના વ્યવહાર સચવાય. આવકમાં વધારો થાય. બેન્કને લગતા કામકાજ થઇ શકે.

તુલા

પુત્ર પૌત્રાદિકના કામમાં વ્યસ્તતા રહે. યાત્રા પ્રવાસનું આયોજન થવાની શક્યતા. આકસ્મિકબહારગામ જવાનું થાય.નોકરી ધંધાના કામ અંગે ચર્ચા વિચારણા થાય

વૃશ્ચિક

ઘર પરિવારના કામના કારણે અને સગા સંબંધી તથા મિત્ર વર્ગને લીધે તમને ચિંતા રહે. નોકરીકરતા લોકોએ તથા ધંધાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓએ તેમના કામમાં ધીરજઅને શાંતિ રાખવી. ઉશ્કેરાટમાં આવી જઈ કોઈ કામ કરવું નહિ.

ધન

યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. પત્ની સંતાનના કામ અંગે આયોજન કરવું પડે. મિલન મુલાકાતો અંગે ચર્ચા વિચારણા થાય. મુલાકાતો ગોઠવાય. આર્થિક નાણાકીય ખર્ચમાં વધારો થાય.

મકર

આજના દિવસે બેન્કને લગતા કામકાજ થવાની શક્યતા. નાણાકીય વ્યવહાર થઇ શકે. ઘર કૌટુંબિક પરિવાર તથા નોકરી ધંધાના કામમાં વાતાવરણ સાનુકુળ રહે.

કુંભ

નોકરી ધંધાના કામકાજમાં ચિંતા રહેવા છતાં તમે આસાનીથી કાર્ય કરી શકો. અટવાયેલા કામનો ઉકેલ આવે. સગાસંબંધીથી ચિંતામાં વધારો થાય.

મીન

આર્થિક નાણાકીય ખર્ચમાં વધારો થાય. કામની વ્યસ્તતા જણાય. ચિંતા રહે. તેમ છતાં તમે તમારા તથા બીજાના કામમાં સફળતા પ્રાપ્ત કરી શકો. નવા ધંધાની શક્યતા રહે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment