1 લીટર પેટ્રોલમાં કેટલું માઈલેજ આપે છે વિમાન ? તમે નહી જાણતા હોય આ અનોખી વાત…

41

તમારા મિત્ર અથવા તો કોઈ નજીકનાએ ક્યારે પણ તમને કોલ કરીને એ કીધું છે કે આજે મેં એક નવી બાઈક ખરીદી…? જો એવું થયું હશે તો એજ સમયે તમે એને પ્રશ્ન જરૂર પૂછ્યો હશે કે પેલા એતો જણાવ કે આ માઈલેજ કેટલી આપે છે…?

હકીકતમાં, આ હ્યુમન નેચર છે. સૌથી પહેલા તે ફાયદા વિશે વિચારે છે. એટલા માટે તે ગાડી લેતા સમયે જરૂર વિચારે છે કે તેની ગાડી જાજુ પેટ્રોલ ન બળે. શું કરીએ વધતો પેટ્રોલનો ભાવ આ ચિંતાનું કારણ બન્યું છે.

આ તો થઇ ગાડીયોની વાત પરંતુ વિચારો જો તમારા નસીબે ક્યારેક વિમાન ખરીદવાનો મોકો આપ્યો તો પણ તમારો એ પ્રશ્ન હશે કે માઈલેજ કેટલું આપે છે…? બરાબર ને..? તેના પર તો એક જાહેરાત બનાવવામાં આવી છે. જેમાં એક વ્યક્તિ ગ્રાહકોને વિમાનની વિશેષતા જણાવી રહ્યો હોય છે. બધી વાત જણાવીને ખરીદનાર એક જ પ્રશ્ન પૂછે છે, ‘કેટલું માઈલેજ આપે છે?’

આ જાહેરાત જોતા ક્યારેક તો તમારા મનમાં થયું હશે કે વિમાન ખરેખર એક લીટર પેટ્રોલમાં કેટલી માઈલેજ આપતું હશે. શું તમને ખબર છે કે વિમાન કેટલી માઈલેજ આપે છે? નથી ખબર ને? ચાલો કોઈ વાંધો નઈ..અમે જણાવશું કે કેટલી માઈલેજ આપે છે અને તમારી જાણવાની ઈચ્છા પૂરી કરશું.

એક મિડલ ક્લાસના લોકોને પૂછો કે વિમાનમાં બેસવું તેમના માટે ક્યાં સપના જેવું છે તો બીજીબાજુ ઘણા લોકો એવા પણ છે જેના માટે વિમાન ટેમ્પો રીક્ષાની જેમ હોય છે. સવારે દિલ્લી તો બપોરે પટના અને કોલકત્તા. એ પણ વિમાનથી. ચાલો એ બધી તો વાત તો ઠીક પણ તમારા બધાના મનમાં એક વાત ગુંચવાઈ રહી હશે કે ખરેખર આ વિમાન કેટલી માઈલેજ આપતું હશે?

બોઇંગ ૭૪૭ જેવા વિમાનમાં લગભગ ૪ લીટર પ્રતિ સેકંડ ઇંધણ ખર્ચ થાય છે અને ૧૦ કલાકના ઉડાણ દરમિયાન લગભગ ૧૪૪૦૦૦ લીટર સુધીનું ઇંધણ ખર્ચ થઇ જાય છે. જયારે તેની તપાસ બોઇંગના ઓફિસિયલ વેબસાઈટ પર કરી તો જાણવા મળ્યું કે એક કીલોમીટરમાં ૧૨ લીટર ઇંધણ ખર્ચ થાય છે.

ત્યારે સમજાયું કે વિમાનની ટીકીટ આટલી મોંઘી કેમ હોય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બોઇંગ ૭૪૭ માં એક વારમાં ૫૬૮ લોકો મુસાફરી કરી શકે છે. તેની સ્પીડ ૯૦૦ Km/Hour હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment