આજનું દૈનિક રાશી ભવિષ્ય તારીખ ૧ જાનુઆરી ૨૦૧૯

47

મેષ

શુભ રંગ લાલ અને શુભ અંક ૧ અને ૮ છે. નોકરી ધંધાના કામમાં સાનુકુળતા રહે. વારસાગત મિલકતોનો ઉકેલ આવે. જાહેર કે સંસ્થાકીય કામ સબબ બહારગામ જવાનું થાય. આજના દિવસે સટ્ટાકીય બાબતોમાં સાવચેતી રાખવી.

વૃષભ

શુભ રંગ સફેદ અને શુભ અંક ૨ અને ૭ છે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રૂચિમાં વધારો થાય.સીઝનલ ધંધામાં હરીફોનો સામનો કરવાનો થાય. રાજકીય કે સરકારી કામ માટે દોડધામ થાય. આર્થિક ખર્ચમાં વધારો થાય.સામાજિક જવાબદારી વધે.

મિથુન

શુભ રંગ લીંબુ પીળો અને શુભ અંક ૩ અને ૬ છે. વિદેશથી શુભ સમાચાર મળે. આપની બુદ્ધિ, અનુભવ, આવડત, મહેનત અને કામ કરવાની ધગશથી કામનો ઉકેલ લાવી શકો. આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

કર્ક

શુભ રંગ દુધિયો અને શુભ અંક ૪ છે. નોકરી ધંધાના કામમાં રૂકાવટ આવે મુશ્કેલી ઊભી થાય. તમે ધારેલું કામ પૂર્ણ થાય નહિ. ધંધાકીય અર્થે કરેલો પ્રવાસ લાભદાયી નીવડે. તમારા નોકરી ધંધાના કામ સબબ કે ઘર પરિવાર માટે દોડ ધામ વધી જાય.

સિંહ

શુભ રંગ સોનેરી અને શુભ અંક ૫ છે. કોઈ આકસ્મિક મુલાકાત થવાનો સંભવ. સાથે કામ કરતા સહ કાર્યકરોનો કે નોકર ચાકર વર્ગના સાથ સહકારથી તમારા કામનો ઉકેલ આવી શકે. રાજકીય ક્ષેત્રે પ્રવૃત્તિ કરનારે આજે હિત શત્રુઓથી ખાસ સાવધાની રાખવી.

કન્યા

શુભ રંગ લીલો અને શુભ અંક ૮ અને ૩ છે. ભૌતિક સુખ સગવડતામાં વધારો થાય. ધંધામાં લાભ થાય. આવકનું પ્રમાણ વધે. ઘર પરિવાર માટે તેના કામ સબબ દોડધામ વધી જાય.

તુલા

શુભ રંગ સફેદ અને શુભ અંક ૭ અને ૨ છે. માનસિક ચિંતા હોવા છતાં તમારા કામમાં વ્યસ્ત રહો. વેપાર ક્ષેત્રે નવા કાર્યનો પ્રારંભ થાય.

વૃશ્ચિક

શુભ રંગ લાલ અને શુભ અંક ૮ અને ૧ છે. આજના દિવસે તમારું મન હૃદય વ્યગ્રતા બેચેની અનુભવે. જુના મિત્રો સ્નેહીજનોને આકસ્મિક મળવાનું થાય. કામમાં કે હરવા ફરવામાં ચિત્ત લાગે નહિ. આકસ્મિક ખર્ચમાં વધારો થવા સંભવ. જેથી આર્થિક ખેંચ ઉભી થાય.

ધન

શુભ રંગ પીળો અને શુભ અંક ૯ અને ૧૨ છે. જમીન મકાનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા.નોકરી કે ધંધાના કામ સબબ બહાર જવાનું થાય. પૂત્ર કે પૌત્રના કામનીચિંતા કે પરેશાની ઓછી થતી જણાય. વાણી વિલાસ પર સંયમ રાખવો ખાસ જરૂરી.

મકર

શુભ રંગ વાદળી અને શુભ અંક ૧૦ અને ૧૧ છે. મિત્ર વર્ગથી સાનુકુળ પરિસ્થિતિ રહે. આમદાની અઠન્ની ખર્ચા રૂપિયા ન થાય તેનું ધ્યાન રાખવું. તમારા દૈનિક રૂટીન કામ સિવાય ઘર પરિવારના કામકાજ માટે આપ વ્યસ્ત રહો.

કુંભ

શુભ રંગ વાદળી અને શુભ અંક ૧૧ અને ૧૦ છે. જુની યાદો તાજી થાય. સ્વજન સ્નેહી કે મિત્ર વર્ગની મુલાકાતથી આનંદ ઉત્સાહમાં વધારો થાય. રોકાયેલા કે અટકેલા નાણા પાછા મળવાની શક્યતા. પરદેશના કામમાં સાનુકુળ વાતાવરણ જણાય. લગ્ન ઉત્સુકો માટે સમય સાનુકુળ છે.

મીન

શુભ રંગ પીળો અને શુભ અંક ૧૨ અને ૯ છે. વિદ્યાર્થીઓ માટે સમય સાનુકુળ છે.આજના દિવસે વાહન ચલાવવામાં ખાસ ધ્યાન રાખવું. બેન્કને લગતા કામકાજમાં ખાસ સંભાળવું, સાવચેતી રાખવી. તમારા શરીર સ્વાસ્થ્ય કે આરોગ્ય સંબંધે અસ્વસ્થતા ઉભી થતા વ્યગ્રતા કે બેચેની રહ્યા કરે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment