1 ઓગષ્ટ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

188

આજના બાળકની જન્મ રાશી કર્ક(નામાક્ષર: ડ, હ)

મેષ

રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. સખ્ત પરિશ્રમ તમારી યોજનાઓ સાકાર કરવામાં મદદરૂપ થઇ શકે. વાદ વિવાદ કે ગેર સમજથી દુર રહેવું તમારા હિતમાં સાબિત થાય. તમારા હરીફોને પરાજીત કરવામાં તમને સફળતા મળશે.

વૃષભ

કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોમાં વિલંબ થતો જોવા મળે. આર્થીક રોકાણ અનેબચતકરવામાટે સમય સારો જણાય. આરોગ્ય બાબતે થોડી ચિંતા જણાય. જીવનસાથી સાથે અવાર નવાર ગેરસમજ મતભેદ મનભેદ શંકા કુશંકા વાદ વિવાદ થવાની શક્યતાને નકારી શકાય નહિ.

મિથુન

રોજગારીની નવી તકો જોવામળે. વેપારી વર્ગ તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકો માટે સમય સારો છે. આવક વધારવાના પ્રયત્નો સફળ થતા જોવા મળે. સંતાનોની બાબતમાં ચિંતા જોવા મળે. વાહન અકસ્માતની શક્યતા નકારી શકાય નહિ.

કર્ક

ધંધાકીય બાબતે કે વેપાર અર્થે કરેલો પ્રવાસ ભવિષ્યમાં લાભ અપાવે.વધુપડતા આત્મ-વિશ્વાશના કારણે આર્થિક નુકશાન થવાની શક્યતાને નકારી શકાય નહિ. સફેદ અને પીળી વસ્તુની લે વેચમાં તમારા માટે સમય સારો છે. કોર્ટ કચેરીના કામમાં વિલંબ થતો જોવા મળે.

સિંહ

ભાગીદારો સાથે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે મગજ પર કંટ્રોલ રાખવો તમારા હિતમાં રહેશે. માન સન્માન કે પ્રતિષ્ઠાને નુકશાન ન પહોચે તેનું ખાસ ધ્યાન રાખવું. રાજકીય બાજી તમારા હિત શત્રુઓના કારણે ઉંધી પડે તેવું બની શકે.

કન્યા

ધંધામાં સંઘર્ષનો સામનો કરવાનું થઇ શકે જેથી સાવધાની રાખવી ખાસજરૂરી જણાય. માનસિક અશાંતિ ઉચાટ બેચેની તણાવ ઉદ્વેગ વગેરેને કારણે તમારા વિચારોમાં અનિર્ણાયકતા અને ચંચળતા જોવા મળે. શરીર સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવી તમારા હિતમાં રહે.

તુલા

ધાર્મિક તેમજ આધાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થાય. વારસાગત મિલકતને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે. આર્થિક સ્થિતિ સધ્ધર બને તેવું બની શકે. આવક કરતા જાવક ન વધી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. વાહન ધીમેથી ચલાવવું.

વૃશ્ચિક

આવક વધારવાના પ્રયત્નો સફળ થતા જોવા મળે. શેર સટ્ટાકીય બાબતોમાં કે લે-વેચમાં ખાસ કાળજી રાખવી. આકસ્મિક કોઈ મોટો ધન લાભ થવાની શક્યતાને નકારી શકાય નહિ. આજના દિવસે વાહન અકસ્માતથી બચવા ખાસ સાવચેતી રાખવી.

ધન

કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું જોવા મળે. જમીન મકાનને લગતા પ્રશ્નોમાં વિલંબ થવાની શક્યતા જણાય. ભાગ્યોદયની નવી તકો ખુલતી જોવા મળે. ભાઈઓ સાથે નાની બાબતમાં ઝગડો થવાની સંભાવના રહેલી છે. ધંધામાં નાણાભીડ જણાય.

મકર

અગત્યના નિર્ણયો લેવા માટે સમય સારો છે.આર્થિક મુશ્કેલી દુર થતી જોવા મળે.ઘર પરિવાર કે નોકરી ધંધામાં સંતુલન જાળવી રાખવું ખાસ જરૂરી જણાય.કોઈ ધાર્મિક સ્થળે જવાનું આયોજન ગોઠવાય. શરીરના આરોગ્ય બાબતે થોડી ચિંતા જણાય.

કુંભ

આવક માટેના ધંધાના સાધનોમાંથી ધીમી ગતિએ પણ મક્કમતાથી વધારો જોવા મળે. વરસાદી સીઝનની અસર તમારા સ્વાસ્થ્ય પર જોવા મળે. સીઝનલ ધંધામાં આવકમાં આકસ્મિક ઘટાડો જોવા મળે. કોઈ વ્યક્તિની આકસ્મિક મુલાકાત તમને લાભ અપાવે.

મીન

ભૌતિકસુખ સુવિધામાં વધારો જોવા મળે. મહેનત પ્રમાણે ફળ ન મળે તેવું બની શકે. રોકાયેલા કાર્યોમાં પ્રગતિ જણાય. જમીન મકાનના દસ્તાવેજો કરવા માટે સમય સારો રહે. ખાણી પીણીના ધંધામાં એક્ષ્પોર્ટમાં સારી કમાણી જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment