• Cocktail Zindagi April 2017 - Premium Gujarati Magazine

Cocktail Zindagi April 2017 - Premium Gujarati Magazine


  • 100
  • Availability : In Stock

  • Cash On Delivery Available


1 reviews Write a review

આમ તો કોકટેલ શબ્દ શરાબના મિશ્રણ માટે વપરાય છે. પણ અહી અમે જિંદગીના જુદા જુદા રસ પીરસવાના છીએ વાસ્તે આ ‘કોકટેલ ઝિંદગી’.

‘કોકટેલ ઝિંદગી’ માં વાચકોને જીવનના વિવિધ રસ પીરસવા માટે નામાંકિત ગુજરાતી લેખકો-પત્રકારો કલમ ચલાવશે તો સારું લખી શકતા નવોદિતાને પણ અહી તક મળશે. એવી જ રીતે આ મેગેઝીન સુપ્રસિદ્ધ વ્યક્તિઓના જિંદગીની અવનવી વાતો શોધી લાવશે તો પ્રસિદ્ધિથી જોજનો દુર રહીને નોંધપાત્ર કામ કરતા, નોખી માટીના માનવીઓની વાતો પણ વાચકો સામે મુકશે. આ મેગેઝીનમાં નાનકડા ગામમાં રહેતા અનોખા માણસોની વાતો પણ આવશે તો અમેરિકા, કેનેડા કે અન્ય દેશોમાં વશીને જુદા પ્રકારની જીંદગી જીવતા એનઆરઆઈ ગુજરાતીઓની વાતો પણ વાંચવા મળશે. ખારા રણમાં મીઠી વીરડી જેવા અધિકારીઓ  કે જાહેર જીવનમાં મુલ્યોના સથવારે જીવી રહેલા જુદાજુદા ક્ષેત્રોના અપવાદરૂપ લોકો વિષે પણ અહી વાતો કરતા રહીશું. એ ઉપરાંત પોલીટીક્સ, ટ્રાવેલ, સાયન્સ, બિઝનેસ, એજ્યુકેશન, વુમન એમ્પાવરમેન્ટથી માંડીને નાટકો, ગુજરાતી-હિન્દી ફિલ્મો અને હોલીવુડ વિષે પણ રસપ્રદ લેખો આપતા રહીશું. આ મેગેઝીન જૂની અને નવી બંને જનરેશનને ગમે એવું બનાવાનો અમારો ઈરાદો છે. એટલે યંગ જનરેશનને આકર્ષે એવા લેખો પણ આ મેગેઝીનમાં જોવા મળશે.

અમને ખબર છે કે આ  મેગેઝીનના કવર પર ‘કોકટેલ’ શબ્દ અંગ્રેજીમાં અને ‘ઝિંદગી’ શબ્દ હિન્દીમાં જોઇને ગુજરાતી ભાષાના આગ્રહીઓ ભવાં ચડાવશે પણ અમે મેગેઝીનના નામના અંગ્રજી અને હિન્દી શબ્દપ્રયોગ કર્યા છે. એનો અર્થ એ નથી કે અમને ગુજરાતી ભાષા પ્રત્યે આદર નથી. પરંતુ આજના ડીજીટલ યુગમાં અન્ય ભાષાના ઘણા શબ્દો આપને અપનાવી લીધા છે. યુવા પેઢીને સારા સાહિત્ય અને ગુજરાતી ભાષા તરફ વાળવી હશે તો કેટલાક દુરાગ્રહો આપને છોડવા પડશે. યંગસ્ટર્સની ભાષામાં કહીએ તો, ફ્લેક્સીબલ બનવું પડશે. એટલે આ મેગેઝીનના લેખો-અહેવાલોની શુદ્ધિનું અમે એકદમ ધ્યાન રાખીશું.

કોઈ સાહિત્યિક કે સીરીયસ નામ રાખવાને બદલે ‘કોકટેલ ઝિંદગી’ જેવું જુદું જ નામ રાખવાનું એક કારણ એ પણ છે કે અમે આ મેગેઝીનમાં બહુ ભારેખમ વાતો નથી કરવા માંગતા. જિંદગીને બહુ સીરીયસલી લેનારાઓ સોગિયા મોઢા લઈને ફરતા હોઈ છે. એવા માણસોની હાજરીમાં પણ એક જાતનો ભાર વર્તાતો હોય છે. આવું સોગીયાપણું આ મેગેઝીનમાં જોવા નહિ મળે. જેને આર્ટ ફિલ્મો કહેવાતી હતી એવી જૂની અર્થસભર હિન્દી ફિલ્મોમાં અતિશય દુઃખ, પીડા અને ગંભીરતા ઠાંસી ઠાંસીને ભરવામાં આવતા એટલે એ ફિલ્મો ભારેખમ બની જતી હતી, પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. ‘ક્વીન’, ‘ઇંગ્લિશ વિનગ્લીશ’, ‘દંગલ’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ જેવી ફિલ્મો સમાજને આયનો બતાવે છે, કોઈ પોજીટીવ મેસેજ આપે છે, પણ સાથે સાથે એટલીજ રસપ્રદ હોય છે. એવો જ સુર તમને ‘કોકટેલ ઝિંદગી’ માં જોવા મળશે એની ગેરેંટી.

તો મળતા રહીશું દર મહીને, જિંદગીના જાતભાતના કોકટેલ સાથે.
- આંશું પટેલ