• Cocktail Zindagi June 2017 - Premium Gujarati Magazine

Cocktail Zindagi June 2017 - Premium Gujarati Magazine


  • 100
  • Availability : In Stock

  • Cash On Delivery Available


1 reviews Write a review

કોકટેલ ઝિંદગી’ ને મળ્યો અનેરો-હુંફાળો આવકાર


‘કોકટેલ ઝિંદગી’ ના પ્રથમ અંકને વાચકોએ ઉમળકાભેર વધાવી લીધો છે. ‘કોકટેલ ઝીંદગી’ ની લોન્ચ પાર્ટીમાં ઉપસ્થિત સેલીબ્રીટીઝ તથા જુદા-જુદા ક્ષેત્રોની જાણીતી વ્યક્તિઓએ પણ ગુજરાતી ભાષાના આ પ્રથમ પ્રીમીયમ મેગેઝીન ને એકસુરે બિરદાવ્યું હતું. લોકો તરફથી મળી રહેલા પ્રોત્સાહન ને કરને ‘કોકટેલ ઝિંદગી’ ની ટીમનો ઉત્સાહ બેવડાય ગયો છે.


બીજા અંકમાં ‘કોકટેલ ઝિંદગી’ માં નવા આકર્ષણો ઉમેરાય રહ્યા છે. ફ્રેશ લખાણ માટે વિખ્યાત લેખક શિશિર રામાવતની કોલમ ‘ફન@ફેસબુક’ આ અંકથી શરુ થઇ રહી છે. આ કોલમ સોસીયલ મીડિયા ફોર્મેટમાં રહેશે. આજ સુધી આ ફોર્મેટમાં કોઈ કોલમ આવી નથી. એટલે એ ‘કોકટેલ ઝિંદગી’ ના એક અનેરા આકર્ષણ સમી બની રહેશે. આ ઉપરાંત દીપક સોલિયા ‘લાઈફ ઇઝ બ્યુટીફૂલ’ કોલમ લઈને આવ્યા છે. જોકે આ કોલમ અનિયતકાલીન રહેશે. જાહનવી પાલની મજેદાર કોલમ ‘ફિલ્મ્સ એન્ડ મોર’, મોના શેઠની ‘એડવેન્ચર ઝિંદગી’ તથા ‘સેલીબ્રીટી હોમ’ કોલમ્સ પણ આ અંકથી શરૂ થઇ રહી છે.


‘કોકટેલ ઝિંદગી’ નો દરેક અંક અગાઉના અંક કરતા બહેતર બને  એવો અમારો પ્રયાસ રહેશે. અગાઉ કહ્યું હતું એમ અમે સેલીબ્રીટીઝ ની સાથે સાથે અનોખી વ્યક્તિઓની વાતો પણ વાચકો સામે મુકવા માંગીએ છીએ. એટલે આ અંકમાં પ્રખ્યાત વ્યક્તિઓની સાથે અજાણી પણ અનોખી જીંદગી જીવતી વ્યક્તિઓની મુલાકાતો પણ વાંચવા મળશે. ગીતા માણેક આ અંક માટે દિલ્હીની રેડિયો જોકી પલ્લવી રાવ નાર્વેકરની રૂવાડા ઉભા કરી દે એવી વાત લઇ આવ્યા છે. તો મોના શેઠ માંઉન્ટેનિયર વિનીતા મુનિના જીવનની રોમાંચક વાતો વાચકો માટે જાણી લાવ્યા છે. ફિલ્મ જર્નલીસ્ટ મોહન અયીયર શાહરુખ ખાનની મુલાકાત લઇ આવ્યા છે. અને સંજય છેલે સાહરુખ ખાન સાથેના તેમના અનુભવોની રસપ્રદ વાતો કરી છે. સેજલ પોન્દાએ લોકપ્રિય નાટ્ય-ફિલ્મ અભિનેતા પ્રતિક ગાંધીનો સરસ ઈન્ટરવ્યું કર્યો છે. જયારે બીના સરેયા કાપડિયા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સીરીયલ માં બાઘા બોયના પાત્રથી મશહૂર બનેલા અભિનેતા તન્મય વેકરિયાની તથા ‘રેસ્ક્યુ ફાઉન્ડેશન’ થકી હજારો સ્ત્રીઓના જીવનમાં સુખદ વળાંક લાવનારા જર્નલીસ્ટ ટંડ એક્ટીવિસ્ટ ત્રિવેણી આચાર્યની મુલાકાત લઇ આવ્યા છે.


‘કોકટેલ ઝિંદગી’ ના દરેક અંકમાં આવી રસપ્રદ મુલાકાતો વાંચવા મળશે. પ્રોમિસ, અને હા, ‘કોકટેલ ઝિંદગી’ ને ખુબ ઉમળકાભર્યો પ્રતિસાદ અને પ્રોત્સાહન આપનારા સૌ મિત્રો અને વાચકોને કહેવું છે: થેન્ક યુ .


-આંશું પટેલ